ગુજરાત

અમદાવાદ એરપોર્ટ ઉપર ડોમેસ્ટિક ટ્રાવેલરે યુઝર્સ ફી પેટે રુપિયા 100 ને બદલે 250 ચૂકવવા પડશે !

Text To Speech

અમદાવાદ એરપોર્ટ પર અત્યાર સુધી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરી કરનારા પેસેન્જર્સ માટે યુજર્સ ડેવલપમેન્ટ ફી રૂપિયા 100 લેવામાં આવતી હતી પરંતુ આજથી 31 માર્ચ 2024 સુધી ડોમેસ્ટિક મુસાફરો માટે આ ફી વધારો કરીને 250 રૂપિયા કરાયા છે જ્યારે ઇન્ટરનેશનલ મુસાફરો માટે 550 રૂપિયા લેવામાં આવશે. આ ફી વધારાથી ઇન્ટરનેશનલ ટ્રાવેલરને તો ખાસ કોઈ ફર્ક પડશે નહિ પણ ડોમેસ્ટિક ટ્રાવેલર્સને આની અસર વધુ થશે.

આ પણ વાંચો : ગુજરાતની આ પાલિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખે આપેલું ‘એક હોદ્દો, એક વ્યક્તિ’ સૂત્ર ભુલાયું
એરપોર્ટ - Humdekhengenewsઆ ફી માં દર વર્ષે વધારો કરવામાં આવે છે ત્યારે આ ભાવ વધારો 31 માર્ચ 2024 સુધી લાગુ રહેશે ત્યારબાદ આવતા વર્ષે આ ફી વધીને ડોમેસ્ટિકની કિંમત 450 રૂપિયા અને ઇન્ટરનેશનલની કિંમત 880 રૂપિયા થઈ જશે. આ માહિતી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આપવામાં આવી હતી, આ ઉપરાંત લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં ટૂંક સમયમાં વધારો થવા જય રહ્યો છે.

આ પણ વાંચો : આશિષ ભાટિયાની અનોખી વિદાય, ઉચ્ચ અધિકારીઓએ કારને દોરડા વડે ખેંચી
એરપોર્ટ - Humdekhengenews આ પ્રકારના વધારાની સીધે સીધી અસર મુસાફરોની ટિકિટની કિંમત પર પડશે. આજથી જે નવી ટિકિટ ઇશ્યૂ થશે તેમ નવા યુડીએફ લાગુ કરવામાં આવશે. ગૌતમ અદાણીની કંપની દ્વારા સંચાલિત અમદાવાદના એરપોર્ટ પર આજથી વિવિધ શુલ્કમાં વધારો કરવામાં આવશે.

Back to top button