સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં વેચવાલીનું જોર યથાવત, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં
શુક્રવારને સવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. ટ્રેડિંગની શરૂઆતની થોડી મિનિટોમાં સેન્સેક્સ 260.92 પોઈન્ટ્સ અથવા 0.42 ટકાના ઘટાડા સાથે 61,538 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. એ જ રીતે, નિફ્ટી પર 77.90 પોઈન્ટ એટલે કે 18,337 પોઈન્ટના સ્તરે ખુલ્યુ હતુ.
શરુઆતથી માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું
સેન્સેક્સ પર શરૂઆતના કારોબારમાં, ઇન્ફોસિસના શેર (ઇન્ફોસિસ સ્ટોક પ્રાઇસ ટુડે) મહત્તમ 1.26 ટકાના નુકસાન સાથે ટ્રેડ થયો હતો. આ સિવાય વિપ્રો, એચસીએલ ટેક, ડૉ. રેડ્ડીઝ, ટાટા સ્ટીલ અને ટીસીએસમાં 1.21 ટકા સુધીની ખોટ જોવા મળી હતી. આ સિવાય ટાઇટન, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેંક, SBI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મહિન્દ્રા, HDFC, HDFC બેંક, બજાજ ફાઇનાન્સ, ICICI બેંક લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો: દક્ષિણ ભારતમાં ચાલી રહેલ વાવાઝોડાની સુરત ટેક્સટાઇલ માર્કેટ પર ભારે અસર, વેપારીઓ બન્યા ચિંતિત
એશિયન શેરબજારમાં ઘટાડો
વ્યાજદરમાં વધારાને લઈને કેન્દ્રીય બેંકોના આક્રમક વલણને કારણે યુરોપ અને અમેરિકાના ઈક્વિટી માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરિણામે એશિયન શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
આ પહેલા ગુરુવારે સ્થાનિક શેરબજારો એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા. યુએસ ફેડ રિઝર્વના વડા જેરોમ પોવેલ દ્વારા આગામી વર્ષે પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવશે તેવો સંકેત આપ્યા બાદ શેરબજારોમાં આ બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે.