મહાશિવરાત્રિ પર આ ઉપાય કરવાથી ધન-સંપતિ વધશેઃ અચુક કરો અમલ
મહાશિવરાત્રિના પર્વ પર લગભગ દરેક વ્યક્તિ ભગવાન ભોલેનાથની પુજા કરે છે. કેટલાક લોકો મંદિર જાય છે, તો કેટલાક લોકો ઘરે જ પુજા કરે છે. જો તમે તમારી ધન-સંપત્તિમાં વધારો કરવા ઇચ્છતા હો તો મહાશિવરાત્રિ પર પારાના શિવલિંગની વિધિવત પુજા-અર્ચના કરો અને 108 બિલીપત્ર ચઢાવો. ત્યારબાદ આ બિલીપત્રને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરી કે પુજાના સ્થાન પર રાખી દો. એવી માન્યતા છે કે આમ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ધનલાભના યોગ બને છે. શિવલિંગની પુજાથી મનુષ્યને જીવન દરમિયાન તમામ સુખ મળે છે, જેમકે ધન સંપતિ, સમૃદ્ધિ, સફળતા, સન્માન, સત્કાર, સંતાન, સદ્બુદ્ધિ . સાથે સાથે અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મહાશિવરાત્રિની પુજાથી તમામ પાપો નષ્ટ થાય છે
મહાશિવરાત્રિ પર શિવજીની ખાસ કરીને પારાના શિવલિંગની પુજા કરવાથી આરોગ્ય સુધરે છે. મનુષ્યની તમામ ઇચ્છાઓ પુરી થાય છે. મહાશિવરાત્રિના દિવસે પારાના શિવલિંગ પર જ્યારે સુર્યના કિરણો પડે છે ત્યારે તેમાંથી પરિવર્તિત થઇને ઇન્દ્રધનુષી રંગોમાંથી કિરણો નીકળે છે. માન્યતા એવી છે કે ઇન્દ્રધનુષી રંગમાં વિશેષ પ્રકારની ક્ષમતા હોય છે જે તમામ પાપ નષ્ટ કરે છે અને શરીર શુદ્ધ થઇ જાય છે.
આ પણ છે લાભ
શિવજીની પુજાથી આપણી ચારેય બાજુની આભા સંતુલિત રહે છે. નકારાત્મક ઉર્જા દુર થાય છે. પારાના શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કર્યા બાદ તે જળને કોઇ વ્યક્તિ પર કે જગ્યાએ છાંટવામાં આવે તો અશુભ ગ્રહનો પ્રભાવ દુર રહે છે. કાળો જાદુ અને નકારાત્મક શક્તિઓ દુર થાય છે. વિદ્યાર્થીઓ જો શિવજીની પુજા કરે તો તેમની એકાગ્રતા વધે છે અને બુદ્ધિ પણ શુદ્ધ થાય છે.