અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પિતાની વેદનાનો ચોંકાવનારો જવાબ આપ્યો, જાણો શું કહ્યું

Text To Speech

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2024, આજે એક ગુજરાતી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને પુત્રવધૂ રીવાબા જાડેજા પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પુત્ર અને પુત્રવધૂ રીવાબા જાડેજાથી અલગ રહેવાની વાત કરી હતી. આ બાબતે હવે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ખુલાસો રજૂ કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, મારા પિતાના ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો અર્થહિન અને અસત્ય છે, મારી પાસે પણ ઘણી એવી વાતો છે પણ મારે એ વાતો લોકો સામે નથી કહેવી.

રવિન્દ્રના બહેન નયનાબાએ તેને માતાની જેમ ઉછેર્યો
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, કે પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રીવાબા સાથે અમારી વચ્ચે કોઈ સંબંધ નથી અને 5 વર્ષથી તેમની પૌત્રીનો ચહેરો પણ જોયો નથી. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર બાદ બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું. રવિભાઈ પર પત્નીએ શું જાદુ કરી દીધો છે ખબર નથી. રવિને ક્રિકેટર ના બનાવ્યો હોત તો આજે અમારી આવી હાલત ન હોત.અમે રવિન્દ્રને ક્રિકેટર બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. રવિન્દ્રના બહેન નયનાબાએ તેને માતાની જેમ ઉછેર્યો. હવે તેણે નયનાબા સાથે પણ કોઈ સંબંધો રાખ્યા નથી.આ વાતને રવીન્દ્ર જાડેજાએ પાયાવિહોણી ગણાવી હતી.

પિતાએ પુત્ર પર કયા ગંભીર આક્ષેપો કર્યા?
લગ્નના થોડા મહિનાઓ પછી રીવાબાએ કહેવાનું શરૂ કર્યું કે બધું એમના નામે કરી દો, ખટપટ કરીને પરિવારને નોખા કરવા લાગ્યા. તેને પરિવાર જોઇતો નથી, બધું સ્વતંત્ર જોઇએ છે. ચાલો હું ખરાબ, રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા ખરાબ પણ કુટુંબમાં 50 લોકો છે તે તમામ લોકો ખરાબ? કોઈ સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી. રવિના સાસુ-સસરા બધો વહીવટ કરે છે અને દરેક બાબતમાં તેમની દખલગીરી ખૂબ જ છે. રિવાબા તેનાં માતા-પિતાની એકની એક જ દીકરી છે. એ લોકોને રવિની જરૂર નથી, તેમને તો પૈસાથી જ મતલબ છે.

આ પણ વાંચોઃભાવનગરમાં આંગણવાડીના ભૂલકાંઓ જર્જરીત દુકાનમાં ભણવા મજબૂર, વીડિયો વાયરલ

Back to top button