ટ્રેન્ડિંગફૂડયુટિલીટીવિશેષ

કૂતરા ઘી પચાવી શકતા નથી! કેટલી સચ્ચાઈ છે આ કહેવતમાં, જાણો શું કહે છે વિજ્ઞાન?

  • કૂતરાઓને ઘી ખવડાવવામાં કોઈ નુકસાન નથી, પરંતુ તેને વધુ માત્રામાં ખવડાવવું જોઈએ નહીં
  • કૂતરાઓનું મેટાબોલિઝમ સારું હોય છે અને તે હાડકાંને પણ પચાવી શકે છે

દિલ્હી, 28 ડિસેમ્બર : પ્રાચીન સમયથી કૂતરા વિશે ઘણી કહેવતો પ્રચલિત છે, જેમાંથી એક કૂતરા અને ઘી વિશે છે. ભલે આ કહેવતો પોઈન્ટને અલગ રીતે વ્યક્ત કરવા માટે બનાવવામાં આવી હોય, પરંતુ તેની પાછળ વિજ્ઞાનના કેટલાક તથ્યો પણ છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ‘कुत्ते को घी हजम नहीं होता’. જોકે, વાસ્તવિક જીવનમાં આ કહેવાતનો અર્થ સદંતર અલગ છે. આ કહેવતનો સંદર્ભ એ છે કે, અયોગ્ય વ્યક્તિ સારી વાત, સારી બાબત, સારું ભોજન પચાવી શકે નહીં, અર્થાત અયોગ્ય વ્યક્તિ હકારાત્મકતા જીરવી શકે નહીં.

નાનપણથી જ તમે એક કહેવત સાંભળી હશે કે ‘कुत्ते को घी हजम नहीं होता’ મોટાભાગના લોકો માને છે કે આવું સાચે થતું હશે. આવી કેટલીક કહેવતો પાછળ વૈજ્ઞાનિક કારણો હોય છે તેથી જ લોકો મોટાભાગની કહેવતોને સાચી માની લે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમને લાગે છે કે કૂતરાને ઘી ખવડાવવાથી નુકસાન થાય છે, અને આ કહેવતમાં કેટલી સચ્ચાઈ છે કે, શું કૂતરાઓ ખરેખર ઘી પચાવી શકે છે?

શું ઘી કૂતરાઓને મારી શકે છે?

દિલ્હીના યમુના વિહાર સ્થિત એક ક્લિનિક અને સર્જરી સેન્ટરના વેટરનરી ડૉક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું કૂતરાઓ ઘી પચાવી શકતા નથી, તો તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે આ સાચું નથી. તેમના મતે કૂતરાઓનું મેટાબોલિઝમ સારું હોય છે અને તેઓ માંસ અને હાડકાંને સરળતાથી પચાવી શકે છે. આવી સ્થિતિમાં કૂતરાઓનું પાચનતંત્ર ઘી પચાવી શકતું નથી એવું કહેવું યોગ્ય નથી. જો કે, જો કૂતરાઓને મોટી માત્રામાં કંઈપણ ખવડાવવામાં આવે છે, તો તે નુકસાન પહોંચાડી શકે છે.

કૂતરાઓને ઉચ્ચ પ્રોટીન ખોરાકની જરૂર હોય છે

સામાન્ય રીતે આ કહેવત માણસો માટે વપરાય છે અને તબીબી દૃષ્ટિકોણથી તેને કૂતરા સાથે કોઈ લેવાદેવા નથી. અત્યાર સુધીના ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે કૂતરાઓને થોડી માત્રામાં ઘી ખવડાવવાથી ઘણા ફાયદા થઈ શકે છે. જે એવું માને છે કે, ઘી લગાવેલી રોટલી અથવા અન્ય ખાદ્યપદાર્થ ખવડાવવાથી કૂતરાઓ મરી જશે અથવા બીમાર પડી જશે તો તેઓ ખોટ છે. જો કે, એવું ચોક્કસપણે કહી શકાય કે કૂતરા અને બિલાડીના શરીરને ઉચ્ચ પ્રોટીન વસ્તુઓની જરૂર હોય છે અને આવી સ્થિતિમાં તેમને માંસ અને ઇંડા ખવડાવવા જોઈએ.

શું કૂતરાઓને સોયાબીન અને ચીઝ ખવડાવી શકાય?

નિષ્ણાતોના મતે, જે લોકો નોન-વેજ નથી ખાતા અને કૂતરાઓને પાળે છે તેઓ તેમના કૂતરાઓને સોયાબીન અને ચીઝ પણ ખવડાવી શકે છે. જો કે, કોઈપણ વસ્તુને વધુ માત્રામાં ખવડાવવી જોઈએ નહીં. શ્વાનની જાતિ અને તેની ગતિવિધિના આધારે ડાયટ ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા કૂતરાના આહાર વિશે મૂંઝવણમાં છો, તો તમે તેના વિશે કૂતરાના નિષ્ણાતની સલાહ લઈ શકો છો.

આ પણ વાંચો : શિયાળામાં હાડકાંનો દુખાવો થાય છે? તો ખાવાનું શરૂ કરો આ ચીજો

Back to top button