કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ભૂખ્યાં સિંહોની ત્રાડ સામે નાનકડા શ્વાનનો મુકાબલો, શિકાર નહીં મળતાં સાવજે મેદાન છોડ્યું

Text To Speech

અમરેલી, 14 ઓગસ્ટ 2024,જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં નીકળેલા સિંહોની લટાર જોવા મળી રહી છે. ત્યારે સાવરકુંડલાના થોરડી ગામ નજીક સાવજ અને શ્વાન વચ્ચેની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ હતી. ભૂખ્યા સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી હતી. વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા ન હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ગેટ બંધ હોવાથી સિંહો શ્વાનનો શિકાર કરી શક્યા ન હતા
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ નજીક આવેલા ગૌશાળાના ગેટ નજીક બે સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હતા. વચ્ચે ગેટ હોવાને કારણે સિંહો ગૌશાળામાં પ્રવેશી શક્યા ન હતા. ગેટની અંદર બે શ્વાન હતા. તે દરમિયાન ગેટ પાસે જ સિંહ અને શ્વાસ સામસામે આવી ગયા હતા. સિંહોએ ત્રાડ પાડી છતાં શ્વાન ડરવાના બદલે હિંમતભેર સાવજોનો સામનો કર્યો હતો. એક તરફ બન્ને સિંહો ત્રાડ પાડી રહ્યા હતા તો બીજી બાજુ બે શ્વાન પણ હિંમતભેર મુકાબલો કરી રહ્યા હતા. ગેટ બંધ હોવાથી સિંહો શ્વાનનો શિકાર કરી શક્યા ન હતા અને ચાલ્યા ગયા હતા.

લડાઈ દરમિયાન ગેટ તો ખુલી ગયો હતો પણ સિંહનું ધ્યાન નહોતુ
સિંહ સામે હિંમત કરી બાથ ભીડવાની કોશિશ કર્યાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. સિંહોએ આક્રમણ રીતે બચકું ભરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. શ્વાનને દબોચવા માટે કોશિશ કરી હતી પરંતુ વચ્ચે ગેટ હોવાને કારણે શ્વાન બચી ગયા હતા. ચોકીદાર આવી જતા સિંહો ત્યાથી ચાલ્યા ગયા હતા.આ બન્નેની લડાઈ દરમિયાન ગેટ તો ખુલી ગયો હતો, પરંતુ સિંહનું ધ્યાન ખુલી ગયેલા ગેટ તરફ ગયું ન હતું. જેથી સિંહો શિકારને છોડીને ત્યાથી ચાલ્યા હતા અને શ્વાનનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચોઃસૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃ વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન

Back to top button