ઇગો તમારા સંબંધોને બરબાદ તો નથી કરતો ને? આ રીતે બનાવો નોર્મલ
- એકબીજાની ભાવનાઓની કદર કરો તો ઇગો સંબંધોમાં નહીં આવે
- ફક્ત ખુદની જ દરકાર રાખતા હશો તો તે ઇગોની નિશાની છે
- સંબંધોમાં ઇગો આવી જશે તો તિરાડ જલ્દી પડશે
દિલના સંબંધો જેટલા મજબૂત હોય છે, તેટલા નાજુક પણ હોય છે. થોડી ઠોકર લાગે તો આ સંબંધો તુટી શકે છે. જો પાર્ટનરને એકબીજા પર ભરોસો હોય તો તકલીફ થતી નથી. જો બે વ્યક્તિ એકબીજાની ભાવનાઓની કદર કરે તો ઇગો વચ્ચે આવતો નથી. વ્યક્તિમાં અહંકારની ભાવના સામાન્ય બાબત છે.
એકબીજાને જીવનમાં આગળ વધારવાના બદલે માત્ર ખુદની જ દરકાર રાખશો તો નકારાત્મક ભાવનાઓ જન્મ લેશે. આ નકારાત્મક ભાવનાઓ અહંકાર પેદા કરશે અને તમને બરબાદીના રસ્તે લઇ જશે. આ માટે તમારા સંબંધોમાં ઇગોની ઓળખ કરવી જરૂરી છે.
સંબંધોમા આ રીતે ઓળખો ઇગો
વાતચીતની કમી
સંબંધોમાં જો વાતચીતની કમી આવે તો તે ઇગોનું કારણ હોઇ શકે છે. આમ થાય તો તરત સમજી જાવ કે પરેશાનીઓ દુર રાખવા માટે તમારે વાતચીત કરવી જરૂરી છે અને આ માટે કોઇ પણ હાલતમાં સમય કાઢો.
ફક્ત ખુદ પર ધ્યાન આપવુ
જો તમે અથવા તમારા પાર્ટનર એકબીજાની પરવા કરતા નથી અને ખુદ પર જ ધ્યાન આપે છે તો તે ઇગોની સમસ્યા હોઇ શકે છે. તેથી ખૂબ જલ્દી તેનો ઉપાય કાઢો. એકબીજાની જરૂરિયાતોનો ખ્યાલ રાખો.
ઇર્ષાની ભાવના
જો કોઇ પણ સંબંધોમાં પાર્ટનરની વચ્ચે ઇર્ષાની ભાવના ઉદ્ભવી જાય છે તો તે સંબંધોમાં અહંકારનુ મોટુ કારણ બની શકે છે અને તમારા સંબંધો બગડી શકે છે. આમ થાય તો વાતચીત કરવા માટે સમય કાઢો અને બેસીને તમામ વાતચીત અરસપરસ ક્લિયર કરો.
અભિમાની હોવુ
જો તમે અથવા તમારા પાર્ટનર ખુદને લઇને અભિમાની બની ગયા હશો તો તે નકારાત્મક વિચારો તમારા સંબંધોને તોડી પણ શકે છે. તેથી બહેતર એ રહેશે કે તમે તમારા પાર્ટનરને મોટીવેટ કરતા રહો અને વાતચીત કરીને સમસ્યાનું સમાધાન કાઢો.
સોરી ન બોલવુ
જો તમને એકબીજાને સોરી બોલવામાં પરેશાની આવતી હોય તો એ દર્શાવે છે કે તમારી વચ્ચે ઇગો છે. આમ થાય તો આત્મમંથન કરો અને તે વિષયમાં પાર્ટનર સાથે વાત કરો. તમે માત્ર સ્પષ્ટતા કરતા રહેશો તો સંબંધોમાં અંડરસ્ટેન્ડિંગ વધશે.
આ પણ વાંચોઃ દેવોલિના ભટ્ટાચારજી બિગ બોસ OTT-2માં જોવા મળશે? જાણો અભિનેત્રીએ શું કહ્યું