શું તમારા પણ ધબકારા અચાનક વધી જાય છે? ક્યાંક Heart Attackના સંકેત તો નથી ને?
હ્રદયની ગતિ કે ધબકારા અચાનક વધી જવા પાછળના અનેક કારણો હોય છે. જેના પરિણામ સ્વરૂપે વ્યક્તિના હ્રદયમા દુખાવો, બેચેની, લો બ્લડ પ્રેશર, ચક્કર આવવા અને નબળાઇ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. જ્યારે હ્રદયની ગતિ વધી જાય છે ત્યારે મન બેચેન થઇ જાય છે. શ્વાસ લેવામાં અસહજતા અનુભવાય છે.
સામાન્ય હ્રદયની ગતિ 60થી 100 બીટ પ્રતિ મિનિટ હોવી જોઇએ, પરંતુ જ્યારે હ્રદયની ગતિ 100થી વધુ થઇ જાય છે ત્યારે તે ખતરનાક બને છે. આ સમસ્યાને ટેચીકાર્ડિયા કહેવાય છે. તેથી જ્યારે હ્રદય રોગ થાય છે અથવા તો હ્રદયના કોઇ કામમાં રુકાવટ આવે છે તો હ્રદયની ધડકન વધી જાય છે. ટેચીકાર્ડિયાની સમસ્યામાં હ્રદયના વાલ્વ, હ્રદયની માંસપેશીઓ, રક્ત વાહિકાઓમાં કોઇ દોષ હોતો નથી. હાર્ટના નિષ્ણાતો કહે છે કે ઘણી વાર લોકોને રાતે સુતી વખતે હ્રદયની ગતિ વધવાની સમસ્યા થાય છે, પરંતુ લોકો તેની પર ધ્યાન આપતા નથી. ત્યાર બાદ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ રહે છે.
જ્યારે તમારા હ્રદયની ગતિ અચાનક વધી જાય ત્યારે ગભરાવાના બદલે શાંત રહેવાની કોશિશ કરો, કેમકે જો તમે ગભરાયેલા હશો તો તમારા હ્દયની ગતિ હજુ વધી જશે. જ્યારે અચાનક આમ થાય ત્યારે ઉંડા શ્વાસ લો.
શા કારણે થાય છે આમ અને શું કરશો?
શરીરનું ઉચ્ચ તાપમાન, ગભરામણ કે બેચેની, કેટલીક બિમારીઓની દવાઓના લીધે, તણાવના લીધે, વ્યાયામ કર્યા બાદ, થાઇરોઇડના લીધે, નબળાઇ કે હ્રદય સંબંધિત બિમારીના લીધે આમ થઇ શકે છે. ક્યારેક ક્યારેક વ્યક્તિ ઇમોશનલ થઇ જાય ત્યારે પણ હ્રદયની ગતિ વધી જાય છે. તેથી તણાવથી બચવા ઉંડા શ્વાસ લો. અચાનક ઝાટકો આપીને બેસવા ઉઠવાની કોશિશ ન કરો. મનને શાંત રાખવાની કોશિશ કરો.
આ પણ વાંચોઃ Budget 2023 Funny Memes જોઈ તમે પણ હસવાનું નહી રોકી શકો