ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાત

શું પોલીસ અમદાવાદના એ ટ્રાવેલ એજન્ટને બચાવવા માગે છે? એફિડેવિટમાં છીંડાં કેમ?

અમદાવાદ, 27 નવેમ્બર, 2024: શું પોલીસ અમદાવાદના ટ્રાવેલ એજન્ટ અને તેના મળતિયાઓને બચાવવા માગે છે? આવો પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે કે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં જે એફિડેવિટ દાખલ કરી છે અનેક છીંડાં ઊડીને આંખ વળગે છે. પોલીસની આ એફિડેવિટ પરથી એવી આશંકા ઊભી થયા વિના રહેતી નથી કે, શું આરોપીઓને સજા કરાવવાને બદલે તેમને બચાવવામાં પોલીસને રસ છે?

શું છે કિસ્સો?

એરલાઈન ટિકિટ બુકિંગ દ્વારા મસમોટું કૌભાંડ કરનારા ગુજરાતના સૌથી મોટા ચીટર એવા તેજસ નિલેશભાઈ શાહ તેમજ યોગેશ આર. શર્મા વિરુદ્ધ CID ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ તેજસ શાહની સાથે ચાર કંપનીના સંચાલકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. આ મહાઠગ અનેક લોકો સાથે એર ટિકિટ અને હોટેલ બુકિંગ મુદ્દે છેતરપિંડી કરીને મોટી રકમો ઓળવી ગયો છે એટલું જ નહીં પરંતુ તેના આ ગેરકાયદે ધંધાઓમાં કેટલીક પ્રતિષ્ઠિત હોટેલોના મેનેજરોને પણ સામેલ છે. ટિકિટ હોલ્ડ પર રાખીને એ ટિકિટ બુક થઈ ગઈ છે તેવું કહી ગ્રાહકો પાસેથી પૈસા લઈ લીધા પછી એ ટિકિટ કેન્સલ કરી દેવાની લેવાની મોડસ ઓપરેન્ડીને આધારે આ કૌભાંડ આચરવામાં આવતું હતું. અહેવાલ મુજબ, નિવૃત્ત PSI ચૌહાણ દ્વારા આ કૌભાંડી ટ્રાવેલ એજન્ટને બચાવવા માટે ઘણા ધમપછાડા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ https://www.humdekhenge.in/a-case-has-been-filed-by-cid-crime-against-tejas-shah-gujarats-biggest-cheater-travel-agent/

પોલીસની એફિડેવિટ આશ્ચર્યજનક!

લાખો રૂપિયાની આવી છેતરપિંડીના કેસમાં પોલીસ દ્વારા સેસન્સ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. જોકે, આશ્ચર્યની વાત  એ છે કે, આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીએ કરેલા આક્ષેપની તપાસ કરીને પગલાં લેવાને બદલે આ એફિડેવિટમાં આરોપીઓને બચવાની તક મળે એવાં તારણો રજૂ કરવામાં આવ્યાં છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ એફિડેવિટમાં 40 પ્રશ્નો છે પરંતુ તેમાંથી માત્ર નવ પ્રશ્નોના જવાબ લખવામાં આવ્યા છે અને તેમાં પોલીસે ખરેખર શું તપાસ કરી એ ક્યાંય સ્પષ્ટ થતું નથી.

આ પણ વાંચોઃ https://www.humdekhenge.in/ahmedabad-based-cheater-tejas-shah-created-a-syndicate-of-travel-agents-to-fraud/

આ કેસની ફરિયાદમાં લાખો રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શનનો આક્ષેપ હતો પરંતુ પોલીસની એફિડેવિટમાં એ અંગે કોઈ તપાસ કરવામાં આવી કે નહીં તેનો ઉલ્લેખ જ નથી. માહિતી મુજબ આરોપી યોગેશ શર્માના બેનામી ખાતાંનો ઉપયોગ કરીને આ કેસનો મુખ્ય આરોપી ટ્રાવેલ એજન્ટ તેજસ બીજા કોઈ દેશમાં બેસીને હવાલા ટ્રાન્ઝેક્શન કરી રહ્યો છે.

વળી, નાણાકીય ગેરરીતનો આટલો સંગીન આરોપ હોવા છતાં આરોપીની ધરપકડ કરવાને બદલે તેની પૂછપરછ કરીને જવા દેવામાં આવ્યો હોવાનું પણ સ્પષ્ટ થાય છે. પ્રશ્ન એ છે કે, આટલો મોટો ગુનો થયો હોવા છતાં હજુ સુધી એકપણ આરોપીની અટકાયત કેમ થઈ નથી? આ કેસમાં યોગેશ શર્મા ઉપરાંત હર્ષિલ નામના એક આરોપીને પણ બચાવવાના પ્રયાસ થતા હોય એવું લાગી રહ્યું છે. આ કેસમાં આરોપી તેજસનાં માતા-પિતા સામે પણ આરોપીને જાણીજોઇને બચાવવાની આશંકા હોવા છતાં તેમને પણ પી.આઈ. ભટોળ દ્વારા તમામ આરોપીઓને બચાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Video: લલિત મોદીનો ધડાકો, સોનિયા ગાંધીના ઘરેથી આ મુદ્દે આવ્યા હતા ધમકી ભર્યા કોલ

Back to top button