ઘરની બહાર નીકળતા જ બાળક જિદ કરવા લાગે છે? આ રીતે કરો હેન્ડલ
- બાળકો ક્યારેક પોતાની વાત મનાવવા જિદ કરવા લાગે છે
- ક્યારેક બાળકો જાહેરમાં જોરશોરથી રડવા લાગે છે
- બાળકની જિદને ધીરજપૂર્વક સાંભળો અને સમજો
બાળકો ઘરની રોનક હોય છે, તેમની વાતો અને તોફાન પરિવારના દરેક સભ્યનો સમય સારી રીતે પસાર કરી દે છે, પરંતુ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે બાળકો પોતાની જિદ પુરી કરવા માટે ઘરની બહાર નીકળ્યા હોઇએ ત્યારે અથવા તો બીજાના ઘરે ગયા હોય ત્યારે જમીન પર સુઇ જાય છે. તો ક્યારેક પોતાની વાત મનાવવા માટે કકળાટ કરે છે. ક્યારેક કોઇ વસ્તુ મેળવવા માટે પબ્લિકમાં જોર શોરથી રડવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમારા મનમાં સવાલ ઉઠતો હોય તે તમારા નખરેબાજ છોકરાને જાહેરમાં કેવી રીતે સંભાળવા તો તમે કેટલીક સરળ ટિપ્સ અજમાવી શકો
ધીરજ જાળવી રાખો
બાળકો સાથે ડીલ કરતી વખતે સૌથી પહેલી વાત એ ધ્યાનમાં રાખો કે તેમને સંભાળતી વખતે તમારી ધીરજને જાળવી રાખો. આવી સ્થિતિમાં બાળક સાથે સોફ્ટ બનેલા રહો. પ્રેમથી તમારા બાળક સાથે વાત કરવાની કોશિશ કરો.
બાળકની જિદ પાછળના કારણ સમજો
બાળકોની જિદ પાછળના કારણોને સમજવાની કોશિશ કરો. બની શકે કે બાળક કોઇ રમકડુ ખરીદવા ઇચ્છતુ હોય અને તમે ધ્યાન ન આપ્યુ હોય. તમે ઉતાવળમાં તેને કોઇ વાતની ના પાડી દીધી હોય. બાળકને વોશરૂમ જવુ હોય. આ સ્થિતિને પહોંચી વળવા માટે તમારે આ બધી બાબતો પર ધ્યાન આપવુ પણ જરૂરી છે.
બાળકોને મોટિવેટ કરો
બાળકોની જિદનું કારણ જાણ્યા બાદ તેની સાથે ડીલ કરવાનું અને સૌથી પહેલા તેને પ્રોત્સાહિત કરવાનું શરૂ કરો. બાળકોની જિદને પુરી કરવાના બદલે તેની સાથે અન્ય કોઇ ડીલ કરો. જો બાળકો કોઇ મોંઘુ રમકડુ માંગે તો તેના બદલે તેને પાર્કમાં લઇ જાવ.
ફેવરિટ ફુડ બેગમાં રાખો
બાળકોને બજારમાં લઇ જતા પહેલા તેમની પસંદગીનું સ્નેક હંમેશા તેની બેગમાં રાખો,. જો તેઓ ભુખ્યા હશે તો પણ તેમની જિદ હાઇ થઇ જશે. બાળકોનું પેટ ભરેલુ હશે અને તેમનો મુડ સારો હશે તો તેઓ સારુ મહેસુસ કરશે.
આ પણ વાંચોઃ દવાઓના અલગ કલર્સની પાછળના કારણો જાણો છો? ક્યારે થઇ શરૂઆત?