ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

શું Google Map ખોટો રસ્તો બતાવે છે? કેરળમાં ફરવા નીકળેલા ચાર લોકોની કાર નદીમાં ખાબકી!

  • પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી હતી

કોટ્ટાયમ(કેરળ), 25 મે: Google Map આજકાલ લોકોના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જ્યારે પણ લોકોને કોઈ જગ્યાએ જવાનો રસ્તો ખબર ન હોય ત્યારે તેઓ ગૂગલ મેપનો ઉપયોગ કરે છે.  કેરળમાં ગૂગલ મેપના ઉપયોગ કરવો લોકોના જીવન પર ભારે પડ્યો છે. હકીકરમાં, હૈદરાબાદથી કેરળ આવેલા લોકોનું એક ગ્રુપ મુસાફરી કરવા માટે Google Mapનો ઉપયોગ કરી રહ્યું હતું. આ દરમિયાન ખોટા રસ્તાના કારણે કેરળના કુરુપંથરા જિલ્લા પાસે આ ગ્રુપની કાર નદીમાં પડી હતી. આ ઉપરાંત ભારે વરસાદ પણ પડી રહ્યો હતો. કેરળ નજીકના કડુથુરુથી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ સમગ્ર અકસ્માતની માહિતી લીધી હતી. ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં કેરળમાંથી આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો. આ અકસ્માતનો ભોગ બે યુવાન તબીબો બન્યા હતા. તે ક્યાંક ફરવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા, જેના કારણે તેની કાર નદીમાં ખાબકી અને કમનસીબે તેમનું મૃત્યુ થયું હતું. આ પછી કેરળ પોલીસે ચોમાસાની ઋતુમાં કડક નિયમો લાદી દીધા હતા અને ગૂગલ મેપનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી.

શું Google Map ખોટી માહિતી આપે છે?

આ ઘટના ગઈકાલે શુક્રવારે રાત્રે બની હતી જ્યારે એક મહિલા સહિત ચાર સભ્યોનું ગ્રુપ અલપ્પુઝા તરફ જઈ રહ્યું હતું.મળતી માહિતી મુજબ, જે રોડ પર તેઓ મુસાફરી કરી રહ્યા હતા તે ભારે વરસાદને કારણે નદીની નજીક વહેતા પાણીથી ઢંકાઈ ગયો હતો. તે આ માર્ગથી સાવ અજાણ હતા, જેથી તે દરેક પગલે Google Mapનો સહારો લઈ રહ્યા હતા. પરંતુ ખોટી માહિતી અને ભારે વરસાદના કારણે તેમની કાર નદીમાં પડી ગઈ હતી.

પોલીસ વાહન બહાર કાઢવાનાના પ્રયાસમાં વ્યસ્ત

પરંતુ આ બધામાં રાહતની વાત એ છે કે નજીકના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ પ્રવાસી ગ્રુપનો બચાવ થયો હતો, પરંતુ તેમનું વાહન સંપૂર્ણપણે નદીમાં ડૂબી ગયું હતું. અહેવાલો અનુસાર, કેરળ નજીકના કડુથુરુથી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ સમગ્ર અકસ્માતનો અહેવાલ લીધો હતો. આ પછી તેમણે કહ્યું હતું કે, વાહન હટાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, “કેરળમાં આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બને છે, આ પહેલી ઘટના નથી.

અગાઉ આવી જ ઘટનામાં બે યુવાન ડોક્ટરોએ જીવ ગુમાવ્યો હતો

અગાઉ પણ આ જ રીતે GPSનો ઉપયોગ કરવાનું ઘાતક નીવડ્યું હતું. કેરળમાં 1 ઓકટોબર 2023ને  રવિવારની રાત્રે અત્યંત કમનસીબ ગોઝારી દુર્ઘટના બની હતી. જન્મદિવસની ઉજવણી કરવા નીકળેલા મિત્રોએ રાત્રિના અંધારામાં રસ્તો ન મળતા જીપીએસની મદદ લીધી અને જીપીએસ એ લોકોને નદીમાં લઈ ગયું, જ્યાં પાંચ પૈકી બે મિત્ર ડૂબીને મૃત્યુ પામ્યા અને ત્રણને માંડ બચાવી લેવામાં આવ્યા. અહેવાલ અનુસાર, કેરળના એર્નાકુલમ જિલ્લામાં ડૉ. અદ્વૈત અને ડૉ. અજમલ આસિફ સહિત પાંચ મિત્રો અદ્વૈતનો જન્મદિવસ ઉજવવા નીકળ્યા હતા. કાર ડૉ. અદ્વૈતની જ હતી અને એ પોતે જ ચલાવી રહ્યા હતા. જન્મદિવસની ઉજવણી પરથી પરત આવતાં રાત્રિના 12.30 વાગી ગયા હતા. એ સમયે સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને અંધારું ઘણું હતું. જેને પગલે અકસ્માત સર્જાયો હતો.

આ પણ જુઓ: ફિલ્મી સ્ટાઈલમાં ચાલતી ટ્રકમાંથી કરી ચોરી, વીડિયો થયો વાયરલ

Back to top button