યુટિલીટી

શું ઇલેક્ટ્રિક વાહનમાં ખરેખર ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર ન પડે?

Text To Speech

દેશમાં ઈલેક્ટ્રિક વ્હિકલની સંખ્યા સતત વધી રહી છે. ટુ, થ્રી, ફોર વ્હિલર..એમ વિવિધ પ્રકારના ઈવી એટલે કે ઈલેક્ટ્રિકલ વ્હિકલ મળવા લાગ્યા છે. અનેક મોટા ઉદ્યોગોમાં પણ ઇવી બનાવવા માટેની રીતસરની હોડ લાગી છે. સામેની તરફ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારા લોકોની સંખ્યા પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. ત્યારે ઘણા લોકો એવું માનતા હોય છે કે ઇવી ખરીદ્યા બાદ તેમને લાયસન્સની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.

એ સંજોગોમાં ઘણા લોકો એવા ભ્રમમાં હોય છે કે ઈલેક્ટ્રિક ટુ-વ્હિલરમાં ડ્રાઈવિંગ લાઈસન્સની જૃરર નથી હોતી. હકીકત એ છે કે અમુક શરતોને આધિન ડ્રાઈવિંગ લાઈન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારે કેવા સંજોગોમાં લાયસન્સમાંથી મુક્તિ મળે છે ચાલો જાણીએ.

આ પણ વાંચો: તહેવારોની સીઝનમાં ઓનલાઈન હોટેલ શોધવામાં ક્યાંક ખિસ્સું ખાલી ન થઇ જાય !

  •  જે ટુ વ્હિલરની સ્પીડ 25 કિલોમીટર કરતાં ઓછી હોય
  • જે વાહનની ઊર્જા વપરાશ 250 વોટ્સ કરતા ઓછી હો

ઉપરોક્ત બન્ને સંજોગોમાં ડ્રાઈવરે લાઈસન્સની જરૃર પડતી નથી. આ સિવાયના કોઈ પણ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ હોય તો એમાં લાઈસન્સ ફરજિયાત જ છે. માટે કોઈ એવી માહિતી આપે કે ઈવીમાં લાઈસન્સની જરૃર નથી પડતી તો એવા ભ્રમમાં રહેશો નહીં.એ ભ્રમ તમારા ખિસ્સાને જ ભારે પડશે. કારણ કે જ્યારે ટ્રાફિક પોલીસ તમારું ચલાન કાપશે ત્યારે તમને વધુ આકરું લાગી શકે છે.

Back to top button