CBSEએ ધો.10 અને 12ના 21 વર્ષના ડોક્યુમેન્ટ ડીજી લૉકર પર અપલોડ કર્યાં છે. જેમાં વિદ્યાર્થીઓની માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ્સ હવે ઓનલાઈન ઉપલબ્ધ થઇ જશે. તથા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે હવે CBSEમાં અરજી કરવી પડશે નહી. તેમજ બોર્ડ દ્વારા ડિજીટલ સહિ સાથેના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવ્યાં છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ.10 અને 12ના વિદ્યાર્થીઓની માર્કશીટ સહિતના છેલ્લા 21 વર્ષના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ડીજી લોકર પર અપલોડ કરવામાં આવ્યાં છે. ધોરણ.10 અને 12ના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ઉપલબ્ધ થતાં કોઈપણ સંસ્થા કે નોકરી વખતે વેરિફિકેશન માટે ઉમેદવારોએ સીબીએસઈમાં અરજી કરવી પડશે નહી.
આ પણ વાંચો: અમદાવાદીઓ આનંદો, મેટ્રો ટ્રેનના સમયમાં થયો મોટો ફેરફાર
ડોક્યુમેન્ટ્સ ડીજી લોકર પર અપલોડ કરવામાં આવ્યાં
સીબીએસઈ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, ધોરણ.10 અને 12ના વર્ષ-2001થી લઈને વર્ષ-2022 સુધીના પરિણામ સહિતના ડોક્યુમેન્ટ્સ ડીજી લોકર પર અપલોડ કરવામાં આવ્યાં છે. બોર્ડ દ્વારા ડિજીટલ સહિ સાથેના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવ્યાં છે. ઓનલાઈન અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ વેરિફાય થઈ શકે તેના માટે PKI આધારીત ક્યૂઆર કોડ લગાવવામાં આવ્યાં છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરી દરમિયાન ખાસ ડિઝાઈન કરવામાં આવેલી મોબાઈલ એપની મદદથી ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન થઈ શકશે.
આ પણ વાંચો: ગુજરાત: લગ્ન પછી દિકરી કે બહેનનો કૌટુંબિક સંપતિમાં હક રહેશે: હાઈકોર્ટ
વેરિફિકેશનની પ્રક્રિયામાં ઘણો વિલંબ થતો હોય છે
ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં દર વર્ષે અંદાજે 35 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા હોય છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરી લાગતાં ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની મોટી સંખ્યામાં અરજીઓ બોર્ડમાં આવતી હોય છે. એટલુ જ નહી, સીબીએસઈ બોર્ડની કુલ 16 રિઝનલ કચેરીઓ આવેલી છે. તેમ છતાં ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટેની અનેક અરજીઓ દિલ્હી ખાતેના હેડક્વાર્ટરમાં આવતી હોય છે. જેના કારણે વેરિફિકેશનની પ્રક્રિયામાં ઘણો વિલંબ થતો હોય છે, જેમાં વિદ્યાર્થીઓએ પણ મુશ્કેલી ભોગવવી પડે છે. જેથી બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના પરિણામ સહિતના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ડીજી લોકરમાં અપલોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે ડોક્યુમેન્ટ્સ ક્યૂઆર કોડ સાથે અપલોડ કરાયાં હોવાથી વેરિફિકેશન માટે CBSE બોર્ડમાં કે રિઝનલ કચેરીમાં અરજી કરવાની જરૂર રહેશે નહી. જે અંગે વિદ્યાર્થીઓની માહિતી ઉપલબ્ધ થાય તેના માટેની CBSE દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે.