- મહિલાએ સાતમા મહિને સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો
- સુરતના સિવિલમાં તબીબોની બે માસની મહેનત રંગ લાવી
- નિયોનેટલ આઈસીયુ વોર્ડમાં સારવાર આપી બાળકીને બચાવી
સુરતના સિવિલમાં તબીબોની બે માસની મહેનત રંગ લાવી છે. જેમાં 750 ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીને બચાવી છે. તેમજ અધૂરા માસે જન્મેલા 50 ટકા બાળકો જ બચે છે. તેમાં એક કિલોથી ઓછું વજન ધરાવતા હોય તેવા 50 બાળકો જ બચે છે. ત્યારે બે માસ અગાઉ સુરત સિવિલના બિછાને કામરેજની પરિણીતાની કૂખે અધૂરા માસે જન્મેલા જોડિયા બાળકોમાંથી એકને કુદરતે છીનવી લીધો હતો, જ્યારે માત્ર 750 ગ્રામ વજન ધરાવતી બીજી બાળકીને સતત બે માસ સુધી નિયોનેટલ આઈસીયુ વોર્ડમાં સારવાર આપી સિવિલના તબીબોએ બચાવી લીધી હતી.
આ પણ વાંચો: ગુજરાત: RTEમાં પ્રવેશ માટે ફોર્મ ભરનાર વિદ્યાર્થીને થશે ફાયદો
મહિલાએ સાતમા મહિને સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો
કામરેજના આંબોલી ગામમાં રહેતી નરગીસ મોસીન સૈયદે બે માસ અગાઉ સગર્ભાવસ્થાના સાતમા મહિને સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જે પૈકી 800 ગ્રામ વજન ધરાવતા બાળકનું જન્મતાની સાથે મોત નીપજ્યું હતું. જ્યારે 750 ગ્રામ વજન ધરાવતી બાળકીને અહીંના નિયોનેટલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. આમ, સતત બે માસ સુધી સિવિલના પીડિયાટ્રિક વિભાગના તબીબોએ કરેલી મહેનત રંગ લાવી હોય તેમ શનિવારે ઇદના દિવસે આ બાળકીને રજા અપાતા પરિવારે તબીબોને પાર માન્યો હતો. જન્મ સમયે માત્ર 750 ગ્રામ વજન ધરાવતી બાળકીને રજા અપાઈ, ત્યારે તેણીનું વજન વધીને 1100 ગ્રામ થયું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજથી વાહનચાલકોને હાલાકી વચ્ચે વધુ એક ડાઈવર્ઝન
એક કિલોથી ઓછું વજન ધરાવતા હોય તેવા 50 બાળકો જ બચે છે
પીડિયાટ્રિક વિભાગના ડો. ઉપેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, વિભાગના વડા ડો. સંગીતા ત્રિવેદીના માર્ગદર્શનમાં ડો. પ્રફુલ બાંભરોલીયા, ડો. શહીદ, ડો. રક્ષા, ડો. પૂર્ણિમા, ડો. વિધીત અને નર્સિંગ સ્ટાફ દ્વારા આ બાળકીની સાર-સાંભાળ રાખવામાં આવી હતી. દર 100માંથી 30 બાળકો અધૂરા મહિને જન્મે છે. અધૂરા મહિને જન્મેલા અને તેમાંય એક કિલોથી ઓછું વજન ધરાવતા હોય તેવા 50 બાળકો જ બચે છે.