- કોરોના પછી યુવાન દર્દીની સડન ડેથ થઈ હોય જેમાં કાર્ડિયાક ડેથ મનાતું
- કાર્ડિયાક મોત પાછળના તારણ શોધવા ઓટોપ્સી જ કરાતી નથી
- UN મહેતામાં કોવિડ પહેલાં અને પછીના મોતના આંકડા ગુપ્ત રખાયા
ગુજરાતમાં કાર્ડિયાક એટલે કે હાર્ટ એટેકથી મૃત્યુ મામલે ડોક્ટરોએ મોટો ખુલાસો કર્યો છે. જેમાં હાર્ટએટેકથી એકધારા મોત પણ ‘સરકારી’ તબીબો કહે છે, આ તો મામૂલી કહેવાય. કોરોના, તેની વેક્સિનને હાર્ટએટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી.
કાર્ડિયાક મોત પાછળના તારણ શોધવા ઓટોપ્સી જ કરાતી નથી
ગુજરાતમાં કાર્ડિયાક મોત પાછળના તારણ શોધવા ઓટોપ્સી જ કરાતી નથી તેમ ડોક્ટરોનું કહેવું છે. UN મહેતામાં કોવિડ પહેલાં અને પછીના મોતના આંકડા ગુપ્ત રખાયા હતા. ગુજરાતમાં હૃદયરોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે સતત મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગુજરાતની મોટી હોસ્પિટલોમાં મોતના સચોટ તારણો સુધી પહોંચવા માટે પેનલ પીએમ રિપોર્ટ-ઓટોપ્સી જેવી પ્રક્રિયા જ શરૂ કરવામાં આવી નથી, એટલું જ નહિ પરંતુ અમદાવાદની યુએન મહેતા હૃદય રોગની હોસ્પિટલમાં કાર્ડિયાક સંબંધિત બીમારીથી કોવિડ પહેલાં અને પછી કેટલા મોત થયા તે આંકડા પણ જાહેર કરવાના બદલે છુપાવવામાં આવી રહ્યા છે.
કાર્ડિયાક હોસ્પિટલ્સમાં સરેરાશ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી
આ સ્થિતિ વચ્ચે કેટલાક ડોક્ટરોએ એવો દાવો કર્યો હતો કે, કોરોનાકાળ બાદ રાજ્યની કાર્ડિયાક હોસ્પિટલ્સમાં સરેરાશ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. યુએન મહેતામાં કોરોના પહેલાં હૃદય રોગના દર્દીમાં હાર્ટ એટેકના દર્દીઓની સરેરાશ સંખ્યા 8થી 11 ટકા પ્રતિ વર્ષ હતી, જે કોરોના બાદ વર્ષ 2023 સુધીના આંકડા પ્રમાણે સરેરાશ 12 ટકા જોવા મળી છે. એવો પણ દાવો કરાયો કે, કોરોના ઈન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી.
એક ખાનગી હોસ્પિટલમાં કોરોના પહેલા હાર્ટ એટેકના દર્દીઓની સરેરાશ ટકાવારી 9.6 ટકા હતી
એક ખાનગી હોસ્પિટલમાં કોરોના પહેલા હાર્ટ એટેકના દર્દીઓની સરેરાશ ટકાવારી 9.6 ટકા હતી, જે કોરોના બાદ પણ 9.7 ટકા જેટલી જોવા મળી હતી. અન્ય એક હોસ્પિટલમાં 11 ટકા હતી, હવે 11.2 ટકા જેટલી છે, જ્યાં 6.3 ટકા કેસ હતા ત્યાં 6.1 ટકા થયા છે. કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક અલગ છે, તેને સમજવાની જરૂર છે. યુવાનોમાં સડન ડેથ માટે ઘણા કારણો જવાબદાર છે, દરેક સડન ડેથ એ કાર્ડિયાક ડેથ હોતી નથી.
કોરોના પછી યુવાન દર્દીની સડન ડેથ થઈ હોય જેમાં કાર્ડિયાક ડેથ મનાતું
યુએન મહેતા હોસ્પિટલના ટ્રેન્ડ મુજબ કોવિડના બે વર્ષ પહેલાં અને કોવિડ પછીના ત્રણ વર્ષનો ડેટા જોઈએ તો કોવિડ પહેલાં યંગ કાર્ડિયાક એમ.આઈ. (માયોકાર્ડિયાક ઈન્ફાર્કસન) 40 વર્ષ અથવા એની નીચેની વયની વ્યક્તિમાં 8થી 11 ટકા લોકોમાં હતું, એ પછીના ત્રણ વર્ષમાં 9થી 12 ટકા સુધી જોવા મળ્યો છે. કોરોના પછી યુવાન દર્દીની સડન ડેથ થઈ હોય જેમાં કાર્ડિયાક ડેથ મનાતું હતું, એમાંથી 5.5 ટકાથી 9.5 ટકા લોકો પોઝિટિવ હોવાની હિસ્ટ્રી છે. માત્ર 1.2 ટકાથી 5.5 ટકા દર્દીને ગંભીર કોવિડ થયો હોય અને હોસ્પિટલમાં એડમિટ થયા હોય અને ઓક્સિજન આપવો પડયો એવા માત્ર 0.5 ટકાથી 3.5 ટકા દર્દીઓ જ હતા. આમ શરૂઆતમાં વધારે રિસ્ક રહ્યું પણ સમય જતાં ઓછું થયું છે.