કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતહેલ્થ

ઓસ્ટ્રેલિયાની યુનિસેફ સંસ્થાના તબીબોએ લીધી રાજકોટ સિવિલની મુલાકાત

Text To Speech

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓસ્ટ્રેલિયાની યુનિસેફના તબીબોની ટીમે મુલાકાત લીધી હતી. તેઓએ સિવિલના જુદા જુદા વિભાગોમાં થતી કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

યુનિસેફની ટીમની સિવિલના જુદા જુદા વિભાગોમાં થતી કામગીરીની સમીક્ષા
યુનિસેફની ટીમની સિવિલના જુદા જુદા વિભાગોમાં થતી કામગીરીની સમીક્ષા
સગર્ભા, નવજાત શિશુને મળતી અને આપવામાં આવતી સુવિધાઓનું કર્યું નિરીક્ષણ
જામનગરથી યુનિસેફની ટીમ સીધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચી હતી અને તેણે સૌથી પહેલાં પીડિયાટ્રિક વોર્ડમાં રહેલી સુવિધા-દુવિધા અંગેની જાણકારી મેળવી હતી. યુનિસેફ સંસ્થાના તબીબોએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને નવજાત શિશુ અને સગર્ભા માટે કેવા પ્રકારની સુવિધા અને કેવા પ્રકારની દુવિધા છે તે અંગેનું નિરીક્ષણ કર્યું હતું. યુનિસેફ સંસ્થાએ બાળકોના ઉછેર તેમજ તેમને પૂરતું પોષણ મળી રહે તે માટે કાર્ય કરતી સંસ્થા છે. નિષ્ણાત તબીબોની ટીમે ઉપરછલ્લી મુલાકાત લેવાની જગ્યાએ બારીકાઈથી તમામ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું અને તબીબો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગાયનેક વિભાગની પણ મુલાકાત લઈને તેમાં ઉભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આ બન્ને વોર્ડની મુલાકાત લીધા બાદ NICU સહિતની મુલાકાત લઈને ત્યાં શું શું વસ્તુની કમી છે, શું સુધારા-વધારા થઈ શકે તેમ છે તે અંગે પણ સિવિલના તબીબો સાથે ચર્ચા કરી હતી.
યુનિસેફની ટીમની સિવિલના જુદા જુદા વિભાગોમાં થતી કામગીરીની સમીક્ષા
યુનિસેફની ટીમની સિવિલના જુદા જુદા વિભાગોમાં થતી કામગીરીની સમીક્ષા
Back to top button