દિલ્હીની હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારીને હત્યા, બંને હુમલાખોરોની શોધખોળ શરૂ
- હોસ્પિટલમાં ડ્રેસિંગ માટે આવેલા ઘાયલ હુમલાખોરોએ ડોક્ટરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
નવી દિલ્હી, 03 ઓક્ટોબર: દિલ્હીમાં ડોક્ટરની હત્યાનો સનસનીખેજ કિસ્સો બહાર આવ્યો છે. આ ઘટના દિલ્હીના જેતપુર વિસ્તારમાં બની છે. મળતી માહિતી મુજબ, આ વિસ્તારની ડ્રેસિંગ માટે આવેલા ઘાયલ હુમલાખોરોએ ડોક્ટરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ બંને હુમલાખોરો ડોક્ટરની કેબિનમાં પહોંચ્યા કે તરત જ તેમણે ડોક્ટરની ગોળી મારીને હત્યા કરી નાખી.
ઘટના બાદ દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. મૃતક તબીબનું નામ જાવેદ હોવાનું કહેવાય છે. કાલિંદી કુંજ પોલીસના જણાવ્યા અનુસાર, મામલો જેતપુર સ્થિત નીમા હોસ્પિટલનો છે. હત્યાનું કારણ હાલ અકબંધ રહેલું નથી. જેથી પોલીસ આ ઘટનાની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસની ટીમ આરોપીઓને પકડવા સતત શોધખોળ કરી રહી છે.
Delhi | A doctor shot dead inside Nima Hospital, Jaitpur under Kalindi Kunj PS area. CCTV footage visuals being examined to identify the accused. As per hospital staff, two men had come to the hospital with an injury, after dressing they had demanded to meet the doctor and shot…
— ANI (@ANI) October 3, 2024
જંગપુરામાં પણ કરવામાં આવી હતી ડોક્ટરની હત્યા
5 મહિના પહેલા (મે) દિલ્હીમાં એક ડોક્ટરની હત્યાનો મામલો પણ બહાર આવ્યો હતો. દિલ્હીના જંગપુરામાં 10 મેના રોજ 65 વર્ષીય ડૉ. યોગેશ ચંદ્ર પોલની તેમના ઘરમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ બાબતનો ખુલાસો કરીને 3 લોકોની ધરપકડ કરી હતી. આ હત્યામાં કુલ 7 લોકો સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમાંથી 4 નેપાળી હતા.
નોકરાણી 24 વર્ષથી ઘરે કામ કરતી હતી
જંગપુરા ડોક્ટર મર્ડર કેસની માસ્ટર માઈન્ડ ડો.પોલના ઘરે કામ કરતી નોકરાણી બસંતી હતી જે 24 વર્ષથી તેના ઘરે કામ કરતી હતી. પરિવારે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેઓએ 24 વર્ષ સુધી ઘરમાં રાખેલી જે મહિલાને બધું આપ્યું. તે જ ઘરના માલિકના જીવની પણ દુશ્મન બની જશે.
આ પણ જૂઓ: દિલ્હીમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, 2000 કરોડનું કોકેઈન જપ્ત