ટ્રેન્ડિંગનેશનલ

નકલી દસ્તાવેજોથી બની ડૉક્ટર! છતાં હાઇકોર્ટે પ્રવેશ રદ્દ કર્યો નહીં; આપી રમુજી દલીલ

  • છોકરી ડોક્ટર બની ગઈ છે જેથી હવે તેનું એડમિશન રદ્દ કરવું એ રાષ્ટ્રના હિતમાં નથી: હાઇકોર્ટ 

મુંબઈ, 13 મે: એક છોકરી MBBSનો અભ્યાસ કરીને ડોક્ટર બની ગઈ હતી પરંતુ થયું એવું કે તેણીએ એડમિશન સમયે ખોટા દસ્તાવેજો આપીને પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે બેંચે પણ સ્વીકાર્યું કે, છોકરીએ ભૂલ કરી છે, પરંતુ તેનું MBBSનું એડમિશન રદ્દ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે, દેશમાં દર્દીઓના પ્રમાણમાં ડોક્ટરોની અછત છે. જેથી હવે આ છોકરી ડોક્ટર બની ગઈ છે તો તેનું એડમિશન રદ્દ કરવાથી રાષ્ટ્રને નુકસાન થશે, જે રાષ્ટ્રના હિતમાં નથી. હકીકતમાં આરોપ એવો હતો કે, MBBS પાસ કરીને ડોક્ટર બનેલી છોકરીએ એડમિશન દરમિયાન OBC-નોન-ક્રિમી લેયરના નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા.

મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો તો બેંચે કહ્યું કે, છોકરીએ ભૂલ કરી છે. છતાં તેણીની ડિગ્રીને નામંજૂર કરી શકાય નહીં. ‘આ છોકરીએ MBBSનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. આવી સ્થિતિમાં તેની ડિગ્રી પાછી લેવી યોગ્ય નથી. હવે તે એક લાયક ડોક્ટર છે. આપણા દેશમાં ડોકટરોનું પ્રમાણ ઘણું ઓછું છે. હવે સંબંધિત છોકરીની ડિગ્રી પાછી લેવાથી દેશને નુકસાન થશે. એવી સ્થિતિમાં જ્યારે દેશના નાગરિકોને વધુ ડોકટરોની જરૂર છે.

હાઇકોર્ટે ડૉક્ટર બનેલી છોકરીનો પ્રવેશ રદ્દ ન કરવાના નિર્ણય પર શું કહ્યું?

જસ્ટિસ એ.એસ. ચંદુરકર અને જસ્ટિસ જિતેન્દ્ર જૈનની ખંડપીઠે સંબંધિત છોકરીનું નોન-ક્રિમી લેયર OBCનું પ્રમાણપત્ર રદ્દ કર્યું હતું. આ સાથે MBBSમાં તેણીના પ્રવેશને ઓપન કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે ડોક્ટર બનેલી છોકરીને આદેશ આપ્યો કે, તે હવે ઓપન કેટેગરીની ઉમેદવાર રહેશે. આ સાથે ઓપન કેટેગરી હેઠળ જમા કરાયેલી ફી તેણીએ ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો હતો તેમજ કોર્ટે 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. છોકરીને મોટી રાહત આપતાં બેંચે કહ્યું કે, અમે જાણીએ છીએ કે મેડિકલ કોર્સમાં એડમિશન મેળવવું કેટલું મુશ્કેલ છે અને તેની કિંમત કેટલી છે.

કોર્ટે કહ્યું કે આ ઉમેદવારની ભૂલને નકારી શકાય નહીં. પરંતુ આ તબક્કે તેણીનો પ્રવેશ રદ્દ કરવો એ પણ દેશના હિતમાં નથી. હકીકતમાં, ઉમેદવાર સામે તપાસ પંચની રચના કરવામાં આવી હતી અને તેના અહેવાલમાં તેનો પ્રવેશ રદ્દ કરવાની ભલામણ કરવામાં આવી હતી. જેના પર ડોક્ટરે કોર્ટનો સંપર્ક કર્યો, જ્યાંથી તેણીને આ રાહત મળી છે.

આ પણ જુઓ: સુરત ડાયમંડ બુર્સમાં બાકીની 300 દુકાનો વેચવા સામે મનાઇ હુકમને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો

Back to top button