ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

તમારે Communication Skillsને જબરજસ્ત બનાવવી છે? તો આ વાંચો

  • લાઇફમાં કોમ્યુનિકેશન સ્કીલ ખૂબ અગત્યની છે
  • સારુ કોમ્યુનિકેશન વ્યક્તિને મિસઅંડરસ્ટેન્ડીંગથી બચાવે છે
  • કોઇ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે કેટલીક ભુલોથી બચવુ જોઇએ

દરેક વ્યક્તિની વાતચીત કરવાની રીત એટલે કે કોમ્યુનિકેશન સ્કીનલ તેના વિશે ઘણુ બધુ કહી જાય છે. દરેક વ્યક્તિની લાઇફમાં કોમ્યુનિકેશન સ્કીલ ખૂબ અગત્યની છે. તમે શું વિચારો છો, શું કહેવા માંગો છો તે વસ્તુ જો અન્ય વ્યક્તિ સુધી પહોંચાડી જ નહીં શકો અથવા તો તમે કહો તે સામે વાળી વ્યક્તિ સમજી જ નહીં શકે તો તે પ્રોપર કોમ્યુનિકેશન નહીં કહેવાય અને તેવા કોમ્યુનિકેશનનો કોઇ મતલબ પણ નથી.

સારુ કોમ્યુનિકેશન વ્યક્તિને મિસઅંડરસ્ટેન્ડીંગથી બચાવે છે અને પોતાના લક્ષ્યોને પુરા કરવામાં મદદ કરે છે. તમે ક્યારેક તો સાંભળ્યુ જ હશે કે વાતચીત કરીને આપણે કોઇ પણ તકલીફોનો ઉકેલ મેળવી શકીએ છીએ, કોઇ પણ સમસ્યા હલ શકીએ છીએ. હા એ વાત સાચી છે, પરંતુ તેના માટે તમારી પાસે ધારદાર કોમ્યુનિકેશન સ્કીલ હોવી જોઇએ. ક્યારેક આપણે વાતચીત કરવાની આ કળાને વધુ મહત્ત્વ આપતા નથી અને કેટલીક ભુલો કરી બેસીએ છીએ. આજે જાણો કે કોઇ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે કઇ ભુલોથી બચવુ જોઇએ.

તમારે Communication Skillsને જબરજસ્ત બનાવવી છે? તો આ વાંચો hum dekhenge news

સામેવાળાની વાત પુરી થવા દો

ઘણી વ્યક્તિઓને ટેવ હોય છે કે કોઇ વ્યક્તિ વચ્ચે વાત કરતી હોય તો તેને ટોકે. આમ કરવુ મિસકોમ્યુનિકેશનનો પ્રકાર ગણાય છે. ઘણા લોકોને ખરાબ આદત હોય છે. સામેવાળી વ્યક્તિની વાતચીત પુરી થયા વગર પોતાની વાતો કરવા લાગે છે. કોઇ પણ વ્યક્તિ બોલતી હોય તો તેને વચ્ચે રોકવી તેના માટે અપમાનજનક ગણાશે, તેથી કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતા પહેલા ધીરજ પુર્વક વાત સાંભળો.

ટીકાત્મક ભાષાનો પ્રયોગ ન કરો

જ્યારે તમે કોઇ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો તો ટીકાત્મક ભાષાનો પ્રયોગ કરતા બચો. તમારી ભાષા કોઇને ઠેસ પહોંચાડતી ન હોવી જોઇએ. કોઇ પણ વ્યક્તિની ટીકા ન કરો. તેનાથી તમારી જ ઇમ્પ્રેશન ખરાબ થઇ શકે છે. તો હવે કોઇની પણ સાથે વાત કરતી વખતે આવી ભાષાથી દુર જ રહેજો.

 

તમારે Communication Skillsને જબરજસ્ત બનાવવી છે? તો આ વાંચો hum dekhenge news મલ્ટીટાસ્કિંગ કરતા વાત ન કરો

ઘણી વ્યક્તિઓને આદત હોય છે કે ફોનમાં મેસેજ જોતા જોતા, કે કોમ્પ્યુટર પર કામ કરતા કરતા સામેવાળી વ્યક્તિ સાથે વાતચીત કરે છે. ક્યારેક કોઇ વ્યક્તિ તમારી સાથે કંઇક વાત કરી રહી હોય ત્યારે પણ તમે જો તમારુ કામ કરતા હશો તો સામેવાળી વ્યક્તિને અજીબ ફીલ થશે. કોમ્યુનિકેશન દરમિયાન મલ્ટીટાસ્કિંગ ન કરવુ જોઇએ. આમ કરવાથી સામેવાળી વ્યક્તિને લાગશે કે તમે તેની વાત સાંભળવામાં ઇન્ટ્રેસ્ટેડ નથી અને તે પોતાની વાત પર ધ્યાન કેન્દ્રિત પણ નહીં કરી શકે.

તમારે Communication Skillsને જબરજસ્ત બનાવવી છે? તો આ વાંચો hum dekhenge news

વધુ વાત ન કરો

કોઇ પણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે વધુ પડતી વાત કરવાથી બચવુ જોઇએ. આ પ્રકારના લોકોને કોઇ પસંદ કરતુ નથી જે સતત બડબડાટ કરતા રહેતા હોય. તમે સતત બોલ્યા કરો તો સામેવાળી વ્યક્તિ કંઇ વિચારી શકતી નથી.

ઓર્ડર ન કરો

જો તમે કોઇ વ્યક્તિ સાથે તમારુ કામ કરાવવા ઇચ્છો છો તો તેને ઓર્ડર આપવાના બદલે પ્લીઝ કહીને કામ કરવાનું કહો. તમે જો ઓર્ડરના ટોનમાં બોલશો તો તમારુ કામ નહીં થાય અને સામે વાળી વ્યક્તિને તે ટોન ગમશે પણ નહીં. જો તમે પ્લીઝ કહીને કામ કરશો તો બની શકે છે કે તમારુ કામ પુરૂ થઇ જાય.

આ પણ વાંચોઃરનિંગના આ ફાયદા જાણી ને તમે આજ થી જ દોડવાનું શરુ કરશો

Back to top button