ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

જમવામાં વાપરો છો ઓલિવ ઓઈલ? ક્યારે બને છે ખતરનાક, જાણો ઉપયોગની યોગ્ય રીત

  • ઓલિવ ઓઈલ ખૂબ જ આરોગ્યપ્રદ છે, પરંતુ તેમાં હાજર અનસેચ્યુરેટેડ ફેટ્સને કારણે તે રસોઈ બનાવવા માટે યોગ્ય છે કે નથી? તે જાણવું જરૂરી છે

HD ન્યુઝ ડેસ્કઃ ઓલિવ ઓઈલમાં હેલ્ધી ફેટી એસિડ હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. ઓલિવ ઓઈલમાં વધુ પ્રમાણમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. જો તમે તેને ગરમ કરો છો, તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં કોઈ શંકા નથી કે ઓલિવ ઓઈલ ખૂબ જ આરોગ્યપ્રદ છે, પરંતુ તેમાં હાજર અનસેચ્યુરેટેડ ફેટ્સને કારણે તે રસોઈ બનાવવા માટે યોગ્ય છે કે નથી? તે જાણવું જરૂરી છે.

તે રસોઈ માટે યોગ્ય છે. એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ રસોઈ માટે સૌથી સ્થિર તેલ છે અને તેને 400 ° ફે સુધી ગરમ કરી શકાય છે (ડીપ ફ્રાઈંગ 350 °થી 375 ° F) પર કરવામાં આવે છે). તેના સ્મોક પોઈન્ટથી વધુ ગરમ થાય ત્યારે પણ, વર્જિન ઓલિવ ઓઈલમાં રહેલા એન્ટીઑકિસડન્ટની ઉચ્ચ માત્રાના કારણે તેમાં હાનિકારક સંયોજનોનું સ્તર ઓછું હોય છે.

જમવામાં વાપરો છો ઓલિવ ઓઈલ? ક્યારે બને છે ખતરનાક, જાણો ઉપયોગની યોગ્ય રીત hum dekhenge news

 

ઓલિવ ઓઈલને ગરમ કરીને રસોઈ બનાવવી જોખમી

ઓલિવ ઓઈલને ગરમ કરવા પર આ તેલના મૂળ રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે, જેના કારણે તેમાં એવા પરિબળો ઉત્પન્ન થાય છે, જે શરીરની અંદર પહોંચે છે ત્યારે મોટી સંખ્યામાં ફ્રી રેડિકલની સંખ્યા વધારવાનું કામ કરે છે. આ ફ્રી રેડિકલ્સ શરીરની અંદર સ્વસ્થ કોષો સાથે ચોંટી જાય છે અને તેના કારણે કોષો પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતા નથી. જો આવું લાંબા સમય સુધી ચાલતું રહે તો શરીરને અનેક હાનિકારક બીમારીઓ ઘેરી લે છે.

  • બ્લડ પ્રેશર હાઈ રહેવાનો ખતરો
  • કેન્સરનું જોખમ વધવુ
  • આર્ટિયોસ્ક્લેરોઈસિસ એટલે કે ધમની સંબંધિત રોગ
  • ઝડપથી એજિંગ આવવું

આ બધી સમસ્યાઓ ત્યારે થાય છે જ્યારે તમે ઓલિવ ઓઈલ ગરમ કરીને તેનો ઉપયોગ કરો છો અથવા આ તેલને ગરમ ભોજનમાં ઉમેરીને સેવન કરો. આ સિવાય બીજી સમસ્યા એ છે કે જ્યારે ઓલિવ ઓઈલને ગરમ કરવામાં આવે છે ત્યારે તેની ઝેરી માત્રા વધી જાય છે અને તેના સારા ગુણો નષ્ટ થઈ જાય છે. મતલબ કે તે એક રીતે ડબલ નુકશાન કરે છે. સારા ખોરાકના તમામ ગુણો તો નષ્ટ થયા જ, પરંતુ તેમાં હાનિકારક તત્વો પણ વધી ગયા.

તો ઓલિવ ઓઈલનો ઉપયોગ કેવી રીતે કરવો?

ઓલિવ ઓઈલનો ઉપયોગ હંમેશા એવી વસ્તુઓમાં કરો જેને રૂમ ટેમ્પ્રેચર પર ખાઈ શકાય. જેમકે કોઈ સલાડ, કોઈ હેલ્ધી મિક્સર કે પછી ઠંડુ કરીને ખાવાનું હોય તેવા ભોજનમાં તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારા રોજિંદા આહારમાં ઓલિવ ઓઈલને ભેળવવા ઈચ્છો છો, તો ધ્યાનમાં રાખો કે તમે તેનો ઉપયોગ ઘીની જેમ કરી શકો છો, પરંતુ તમારો ખોરાક ખૂબ ગરમ ન હોવો જોઈએ.

આ પણ વાંચોઃ ઠંડી પહેલા જ ડાયેટમાં લાવી દો પરિવર્તન, શરદી-ખાંસી, તાવથી બચશો

Back to top button