ટ્રેન્ડિંગનેશનલ

શું તમે નોકરીમાં વારંવાર રજા પાડો છો? તો જાણો આ વ્યક્તિ વિશે

Text To Speech

બિજનૌર (ઉત્તર પ્રદેશ), 11 માર્ચ: નોકરીમાં રજા લેવાનો દરેક કર્મચારીને અધિકાર છે. તહેવાર, પારિવારિક કાર્યક્રમ, મેડિકલ ઇમરજન્સીમાં દરેક શખ્સ ઓફિસમાં રજા પાડે છે. પરંતુ ઘણા કર્મચારીઓ એવા પણ હોય છે કે, કંઈને કંઈ બહાનું બનાવીને ઓફિસમાં રજા લેતા હોય છે. ત્યારે વારંવાર નોકરી પર રજા માંગતા લોકો માટે એક નિષ્ઠાવાન કર્મચારીએ મોટું ઉદાહરણ સ્થાપ્યું છે. તેમણે પોતાની 26 વર્ષની કારકિર્દીમાં માત્ર એક જ દિવસ રજા લીધી છે. તેમનું નામ તેજપાલ સિંહ છે, જેઓ રાજસ્થાનના બિજનૌરમાં રહે છે. નવાઈની વાત એ છે કે તેઓ રવિવારે પણ ઓફિસે આવે છે. આ વાત થોડી વિચિત્ર લાગશે પણ આ હકીકત છે. તેજપાલ સિંહનો આ રેકોર્ડ ‘ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ’માં નોંધાયો છે.તો ચાલો જાણીએ તેમના વિશે…

રવિવાર હોય કે તહેવાર તેજપાલ ઓફિસમાં હંમેશા હાજર રહે

તેજપાલ સિંહે જણાવ્યું કે, તેમણે પોતાની 26 વર્ષની કારકિર્દીમાં માત્ર એક જ રજા લીધી છે. હોળી હોય, દિવાળી હોય કે પછી રવિવાર, તે હંમેશા ઓફિસમાં હાજર રહે છે અને કામ કરે છે. તેજપાલ સિંહનું કહેવું છું કે- હું 1995થી કંપનીમાં કામ કરું છું. એક વર્ષમાં લગભગ 45 રજાઓ હોય છે. પણ આજ સુધી મેં એક જ રજા લીધી છે. હું આ કામ મારી સ્વતંત્ર ઇચ્છાથી કરું છું. જેના કારણે આ રેકોર્ડમાં મને સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ કૉર્પોરેટ જગતમાં સપ્તાહમાં 3 દિવસની રજા માટે વિચાર ચાલી રહ્યો છે. પરંતુ આ વચ્ચે બિજનૌરના રહેવાસી તેજપાલ સિંહે પોતાની કારકિર્દીમાં એક જ રજા લેતા મોટું ઉદાહરણ સ્થાપ્યું છે.

તેજપાલ સિંહનો નામ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સામેલ

એક રિપોર્ટ મુજબ, 26 ડિસેમ્બર 1995ના રોજ તેજપાલ સિંહ દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ટ્રેઇની ક્લાર્ક તરીકે જોડાયા હતા. જો કંપનીની સાપ્તાહિક રજાઓ અને તહેવારોની રજાઓનો સમાવેશ કરીએ, તો એક વર્ષમાં અંદાજે 45 રજાઓ મળે છે. પરંતુ તેજપાલે 1995થી 2021 સુધી માત્ર એક જ રજા લીધી હતી. તેમણે આ રજા 18 જૂન 2003ના રોજ લીધી, જ્યારે તેમના નાના ભાઈ પ્રદીપ કુમારના લગ્ન થયા હતા. તેજપાલ સિંહ દ્વારા રજા ન લેવાનો રેકોર્ડ ‘ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ’માં નોંધવામાં આવ્યો છે. તેજપાલનો સંયુક્ત પરિવાર છે. તેજપાલ સિંહ હંમેશા સમયસર ઓફિસ પહોંચે છે અને સમયસર પરત ફરે છે. પરંતુ ક્યારેય સ્વેચ્છાએ રજા લીધી નથી.

આ પણ વાંચો: ગર્ભવતી મહિલાઓને સરકારી નોકરીથી વંચિત ન રાખી શકાય: હાઈકોર્ટ

Back to top button