શું તમે ડાયાબિટીસથી પિડાવ છો? તો તમારે કેવો ખોરાક લેવો જોઈએ ? જાણો
ભારતમાં ડાયાબિટીસ બહુ મોટી સમસ્યા બની ગય છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા અનુસાર, 2015માં ભારતમાં ડાયાબિટીસના 6.91 કરોડ કેસ નોંધાયા હતા. જ્યારે ડાયાબિટીસ ટાઈપ-1 અને ટાઈપ-2માં થતી હોય છે. જે શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે બન્ને પ્રકારના ડાયાબિટીસને સંબંધ છે. હવે એ જાણીએ કે ટાઈપ-1 અને ટાઈપ-2માં શું ફેરફાર હોય છે.
ટાઈપ-1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરતા કોષોના નાશ થાય છે.
ટાઈપ-2 ડાયાબિટીસમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા કોષો ઇન્સ્યૂલિન સંબંધે પ્રતિભાવ આપતા નથી.
કેવા પ્રકારના ખોરાકનું સેવન કરવું જોએ
સુગરના દર્દીઓએ રાત્રે ખૂબ જ હળવો ખોરાક લેવો જોઈએ. જો તમે ડાયાબિટીસથી પીડિત હોવ, તો રાત્રે કાર્બોહાઇડ્રેટ અને મીઠી વસ્તુઓ ખાવાનું ટાળો. આવો જાણીએ કે રાત્રે ડાયાબિટીસમાં કેવો આહાર હોવો જોઈએ.
ખાસ કરીને શાકભાજીમાંથી તૈયાર થયેલા સુપ રાત્રે સુતિ પહેલા એક ગ્લાસ પીવો જોઈએ જે ડાયાબિટીસથી રાહત આપી શકે છે. અને તે ખુબ હેલ્ધી હોય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, નારિયેળ વગેરેને મિક્સ કરીને શાક તરીકે ખાઈ શકાય છે.
આ સિવાય રાત્રે ઘંઉ, રાગી, અને બાજરીના લોટમાંથી બનાવેલી 1 થી 2 રોટલી,રોટલો અને દાળ ખાય શકાય. આ ઉપંરાત રાત્રે ફળ પણ ખાય શકાય.
સુગરના દર્દીઓએ રાત્રે મીઠાઈ ન ખાવી જોઈએ. તેનાથી બ્લડ સુગર વધી શકે છે. તથા તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ વધી જાય છે.