શું તમે પણ ગ્લાસ ધોયા વગર જ તેમાં વારંવાર પાણી પીવો છો?
- શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ સિપર અથવા એક જ ગ્લાસનો વારંવાર ઉપયોગ કરવો કેટલું નુકસાનકારક હોઈ શકે છે?
આપણે જનરલી ઓફિસમાં આપણો અલગ ગ્લાસ અને અલગ બોટલ રાખતા હોઈએ છીએ. આપણે વારંવાર તે ગ્લાસ અને બોટલથી પાણી પીએ છીએ. ક્યારેક આપણે ઘરમાં પણ આપણો અલગ ગ્લાસ રાખીને તેમાં વારંવાર પાણી પીએ છીએ, તેને વારંવાર ધોતા નથી. ક્યારેક નાના બાળકોને પણ આખો દિવસ એક જ સિપર કે એક જ ગ્લાસ આપીએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ સિપર અથવા એક જ ગ્લાસનો આટલી વખત ઉપયોગ કરવો કેટલું નુકસાનકારક હોઈ શકે છે? જો તમને પણ આ આદત હોય અને તમે વારંવાર એક જ ગ્લાસમાંથી પાણી પી રહ્યા છો તો સાવધાન થઈ જાવ.
મટિરિયલ કોઈ પણ હોય, ન કરો ઉપયોગ
ઘણી વખત આપણે વિચારીએ છીએ કે કાચના ગ્લાસમાં પાણી પીવું સૌથી સુરક્ષિત છે. ગ્લાસ ભલે કોઈ પણ મટિરિયલનો કેમ ન હોય, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવો ખૂબ જ જરૂરી છે. જો કાચને ધોયા વગર વારંવાર વાપરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા અને વાયરસ વધે છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેના કારણે પેટની સમસ્યા, ઝાડા, ઉલ્ટી જેવી તકલીફો પણ થઈ શકે છે.
પાણીમાં સુક્ષ્મજીવાણુંઓ વધવા લાગે છે
સંશોધન દર્શાવે છે કે જ્યારે પાણી એક જગ્યાએ લાંબા સમય સુધી રાખવામાં આવે છે, ત્યારે તેમાં બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો ઝડપથી વધવા લાગે છે. આ સૂક્ષ્મજીવો આપણા શરીરને અંદરથી નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે ગ્લાસ અથવા બોટલમાં પાણી રાખવામાં આવે છે, ત્યારે તેમાં ઘણા સૂક્ષ્મજીવાણુઓ, એટલે કે માઈક્રોબ્સ વધે છે. જે આપણા શરીરને અંદરથી નુકસાન પહોંચાડે છે. તેથી જો તમે પણ દિવસમાં ઘણી વખત એક ગ્લાસ કે બોટલમાંથી પાણી પીતા હોવ તો સાવધાન થઈ જાવ.
દરરોજ તાજુ પાણી ભરો
મોટાભાગે આપણે એક જ બોટલ કે કન્ટેનરમાં પાણી ભરેલું રાખીએ છીએ અને જ્યારે તે ખતમ થઈ જાય ત્યારે જ તેને ફરીથી ભરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું યોગ્ય નથી? જો બીજા દિવસે આ પાણી વપરાયું ન હોય તો તેને ફેંકી દેવું જોઈએ. તેમાં બેક્ટેરિયા વધી શકે છે, જે આપણા માટે હાનિકારક છે. તેથી દરરોજ તાજું પાણી ભરવું જોઈએ અને જૂનું પાણી ક્યારેય ન પીવું જોઈએ.
આ પણ વાંચોઃ વિટામિનની ઉણપથી પણ થાય છે માથાનો દુખાવો…