જમ્યા પછી ચા પીવી શું તમને ગમે છે? નુકસાન જાણશો તો બદલશો આદત
- જો તમે પણ ચા પીવાના શોખીન હો અને દરેક વખતે જમ્યા પછી ચા પીવી જો તમને પણ ગમતી હોય તો થોભો. જમ્ચા પછી ચા પીવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે
ભારતમાં મોટાભાગના લોકો પોતાની સવારની શરૂઆત એક કપ ચાથી કરતા હોય છે. જો તમે પણ ચા પીવાના શોખીન હો અને દરેક વખતે જમ્યા પછી ચા પીવી જો તમને પણ ગમતી હોય તો થોભો. જમ્ચા પછી ચા પીવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે. જમતા પહેલા કે પછી, સમય વગર ચા પીવાથી આરોગ્ય બગડે છે. જો તમે આ નુકસાન જાણશો તો શક્ય છે કે તમે તમારી આદત બદલી દેશો.
પાચન સંબંધિત સમસ્યાઓ
જમ્યા બાદ ચા પીવાની આદત તમારા પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે. આમ કરવાથી તમારું પાચનતંત્ર તમારા ભોજનને યોગ્ય રીતે પચાવી શકતું નથી. વ્યક્તિને ગેસ-એસિડિટી જેવી તકલીફો પરેશાન કરી શકે છે. જમ્યા બાદ તરત ચા પીવાથી શરીરમાં બનનારા પાચક જ્યુસ પ્રભાવિત થાય છે. તેનાથી આહાર પચવામાં સમય લાગે છે.
બ્લડ પ્રેશર
ચામાં રહેલું કેફીન વ્યક્તિનું બ્લડ પ્રેશર વધારીને તેની હેલ્થ સાથે જોડાયેલી તકલીફો ઊભી કરે છે. જો તમે પહેલેથી હાઈબીપીના દર્દી હો તો જમ્યા બાદ ચાનું સેવન બિલકુલ ન કરો.
આયરનની કમી
જમ્યા બાદ ચા પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. આ કારણે શરીરમાં આયરનની કમી થવા લાગે છે અને વ્યક્તિ માટે એનિમીયાનો ખતરો વધી જાય છે.
માથાનો દુખાવો
ચા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા દુધમાં 2.8 ટકા લેક્ટોઝ મળી આવે છે. તે લેક્ટોઝ ઘણી વખત વ્યક્તિ માટે ગેસની સમસ્યા ઊભી કરે છે. આવું એટલે થાય છે કેમકે લેક્ટોઝના ગુણ ખાંડ સરળતાથી પચાવી શકતું નથી. આ કારણે ગેસની તકલીફ થાય છે. તેના કારણે માથાનો દુખાવો પણ થાય છે.
અનિદ્રા
ચાનું વધુ પડતું સેવન ઊંઘ સાથે જોડાયેલી તકલીફોનું કારણ બની શકે છે. જો તમે જમ્યા બાદ તરત ચા પીવો છો તો તમને ગેસ, અપચો, એસિડિટી થાય છે. આ કારણે વ્યક્તિની ઊંઘ પ્રભાવિત થાય છે અને અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
એક દિવસમાં કેટલું કેફીન લેવું સુરક્ષિત
આઈસીએમઆર અનુસાર વ્યક્તિએ રોજ માત્ર 300 મિલીગ્રામ કેફીનનું સેવન કરવું જોઈએ. ડોક્ટર્સની સલાહ અનુસાર જમવાના એક કલાક પહેલા અને એક કલાક બાદમાં ચા કે કોફીનું સેવન ન કરવું જોઈએ. કેમકે ચામાં ટેનિન રહેલું છે. તે શરીરમાં આયરનના શોષણને ઘટાડે છે.
આ પણ વાંચોઃ આ છે દુનિયાના સૌથી ખતરનાક વાયરસ, જેણે લીધા છે લાખો લોકોના જીવ