યુટિલીટીલાઈફસ્ટાઈલ

તમે જાણો છો પારલે જીમાં ‘G’નો ઉપયોગ કેમ કરવામાં આવે છે ?

Text To Speech

જો તમારે પારલે-જીનો ઈતિહાસ જાણવો હોય તો તમારે આઝાદી પહેલાની વાત કરવી પડશે. કારણ કે આ કંપની 1929થી આ પ્રોડક્ટ બનાવી રહી છે. જોકે પહેલા તેનું નામ કંઈક બીજું હતું. આઝાદી પહેલા પારલે-જીનું નામ ગ્લુકો બિસ્કીટ હતું.

દેશભરમાં ભાગ્યે જ કોઈ બાળક કે વૃદ્ધ હશે જેણે પારલે-જી બિસ્કિટ ન ખાધું હોય. ખાસ કરીને બાળપણમાં આ બિસ્કીટ બાળકોનું એકદમ ફેવરિટ હોય છે. એવું કહી શકાય કે બિસ્કીટની ચર્ચા થશે તો લોકોની જીભ પર પારલે-જી સૌથી પહેલા આવશે. 90ના દાયકાના બાળકોને તેમનો એ યુગ યાદ હશે.

જ્યારે ચા સાથે પારલે-જીનું કોમ્બિનેશન ફેમસ હતું. પારલે-જીની જાહેરાત પણ તે સમયે ખૂબ જ લોકપ્રિય હતી. તમે તેના પેકેટ પર છપાયેલી છોકરીની તસવીર વિશે તો ઘણી વાતો સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે બિસ્કિટના રેપર પર G નો અર્થ શું છે.

તમે જાણો છો પારલે જીમાં ‘G’નો ઉપયોગ કેમ કરવામાં આવે છે ? - humdekhengenews

પારલે-જી પાછળની કહાની

જો તમારે પારલે-જીનો ઈતિહાસ જાણવો હોય તો તમારે આઝાદી પહેલાની વાત કરવી પડશે, કારણ કે આ કંપની 1929થી આ પ્રોડક્ટ બનાવી રહી છે. જોકે પહેલા તેનું નામ કંઈક બીજું હતું. આઝાદી પહેલા પારલે-જીનું નામ ગ્લુકોઝ બિસ્કીટ હતું. તમને જાણીને નવાઈ લાગશે કે તે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય અને બ્રિટિશ સૈનિકો બંનેમાં લોકપ્રિય હતું. પરંતુ આઝાદી બાદ ગ્લુકોઝ બિસ્કીટનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું. વાસ્તવમાં,તેને બનાવવામાં ઘઉંનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે સમયે દેશમાં ખાદ્ય સંકટ હતું. જેના કારણે તેનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું.

તમે જાણો છો પારલે જીમાં ‘G’નો ઉપયોગ કેમ કરવામાં આવે છે ? - humdekhengenews

બ્રિટાનિયાએ જમાવ્યો કબજો

પારલે-જી બંધ થયા પછી ભારતીય બજારમાં અન્ય કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધવા લાગી હતી. ખાસ કરીને તે સમયે બ્રિટાનિયાએ ગ્લુકોઝ-ડી બિસ્કિટ લોન્ચ કર્યા હતા અને કંપની સમગ્ર માર્કેટને કબજે કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે ગ્લુકોઝ બિસ્કીટ ફરીથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

પારલે-જીની છોકરી અને G નો મતલબ

લોન્ચિંગ સમયે તેનું નામ પારલે-G રાખવામાં આવ્યું હતું અને કવર પર એક નાની છોકરીનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે પારલે નામ મુંબઈના વિલે-પાર્લે વિસ્તારમાંથી લેવામાં આવ્યું હતું. જ્યાં તેની ફેક્ટરી હતી. જ્યારે પારલે-જીમાં ‘G’ નો અર્થ ‘ગ્લુકોઝ’ થાય છે. ખરેખર પારલે-G એ ગ્લોકઝ બિસ્કિટ છે. જો કે કંપનીએ વર્ષ 2000માં તેનું નામ બદલી નાખ્યું અને ‘G’ એટલે કે ‘જીનિયસ‘ને પ્રમોટ કરવામાં આવ્યું.

Back to top button