યુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

શું તમે જાણો છો, ટ્રેનની વચ્ચે જ કેમ લગાવવામાં આવે છે એસી કોચ ?

Text To Speech

ભારતીય રેલ્વે નેટવર્કની ગણતરી વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં કરવામાં આવે છે એ વાત આપણે બધા જાણીએ જ છીએ. ઇંડિયન રેલ્વે દેશના સરહદી વિસ્તારોના મોટા મોટા મહાનગરોને સાથે જોડવાનું કામ કરે છે. તેમજ આપણી ભારતીય રેલ્વે વધુ સરળ અને મુસાફરી કરવાનું સુરક્ષિત માધ્યમ છે. આ જ કારણે છે દેશમાં દરરોજ કરોડો લોકો ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરે છે.

પરંતુ ભારતીય રેલ્વે સાથે જોડાયેલી ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે તમે વધુ નહીં જાણતા હોવ. શું તમે જાણો છો કે એસી કોચ હંમેશા ટ્રેનની વચ્ચે જ કેમ લગાવવામાં આવે છે? આ વસ્તુ આપણે બધા એ જોઈ હશે પણ આ પ્રશ્નનો જવાબ આપણે નહીં જાણતા હોઈએ. આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.શું તમે જાણો છો, ટ્રેનની વચ્ચે જ કેમ લગાવવામાં આવે છે એસી કોચ- humdekhengenewsટ્રેનમાં એન્જિન પછી જનરલ કોચ લગાવવામાં આવે છે અને પછી વચ્ચે સ્લીપર અને એ પછી એસી કોચ હોય છે. એસી કોચ પછી પછી ફરીથી સ્લીપર કોચ અને જનરલ કોચ રાખવામાં આવે છે. શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે? એ પ્રશ્નનો જવાબ અમે તમને આપવા જઈ રહ્યા છીએ.શું તમે જાણો છો, ટ્રેનની વચ્ચે જ કેમ લગાવવામાં આવે છે એસી કોચ- humdekhengenewsશા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે?

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે. રેલ્વે સ્ટેશનો પર એક્ઝિટ ગેટ તેની બરાબર મધ્યમાં હોય છે. એવામાં જે મુસાફરો એસી કોચમાં મુસાફરી કરે છે એમને સામાન સાથે મુસાફરીમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહે ત્યારે ટ્રેનમાંથી ઉતરીને સીધા એક્ઝિટ ગેટ સુધી પહોચી જાય. ટ્રેનની વચ્ચે એસી કોચ અંગ્રેજોના સમયથી લગાવવામાં આવ્યા હતા અને શરૂઆતના દિવસોમાં ટ્રેનમાં સ્ટીમ એન્જિન હતા. તે સમયગાળા દરમિયાન આગળના ભાગમાં એસી કોચ લગાવવામાં આવતા હતા અને એન્જિનના અવાજને કારણે કોચની અંદર ઘણો અવાજ આવતો હતો જેથી યાત્રીઓને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.શું તમે જાણો છો, ટ્રેનની વચ્ચે જ કેમ લગાવવામાં આવે છે એસી કોચ- humdekhengenews

આ પણ વાંચો : હવે ચેક બાઉન્સ થયો તો ગયા સમજો, કેન્દ્ર લાવવા જઈ રહ્યું છે આ નવા નિયમો..

એવામાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસી કોચને એન્જિનથી દૂર લગાવવામાં આવ્યા હતા અને આ કારણોસર હજુ સુધી ટ્રેનની વચ્ચે જ એસી કોચ લગાવવામાં આવે છે.

Back to top button