ભારતના પાંચ સૌથી ઊંચા શિવલિંગ કયા છે, જાણો છો?
- શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ, સોમવારથી શરૂ થવાનો છે ત્યારે જાણો ભારતના પાંચ સૌથી ઊંચા શિવલિંગ વિશે
HD ન્યુઝ ડેસ્કઃ શિવલિંગ ઊર્જાનું પ્રતીક છે. ભારતના દરેક રાજ્યમાં ભગવાન શિવના અનેક મંદિરો આવેલા છે. અનેક સદીઓથી લોકો શિવલિંગના રૂપમાં ભગવાન શિવની પૂજા કરે છે. શ્રાવણના મહિનામાં શિવલિંગ પર જળ ચઢાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ભગવાન ભોલેનાથની પૂજા માત્ર ભારતમાં જ નહિ, પરંતુ વિશ્વભરમાં કરવામાં આવે છે. શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટને સોમવારથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જાણો ભારતના પાંચ સૌથી ઊંચા શિવલિંગ વિશે.
સિદ્ઘેશ્વર નાથ મંદિર, અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશનું ઝીરો શહેર વિશ્વ ધરોહરના રૂપમાં પર્યટકોની વચ્ચે એક અત્યંત પસંદગીનું શહેર રહ્યું છે. ઝીરોના સિદ્ધેશ્વરના મંદિરમાં ભગવાન શિવ અને તેમનો પરિવાર બિરાજે છે. અહીં શિવલિંગની લંબાઈ(ઊંચાઈ) 25 ફૂટ અને પહોળાઈ 22 ફૂટ છે.
ભોજશ્વર મંદિર, મધ્યપ્રદેશ
ભોજપુરનું ભોજેશ્વર મંદિર ભારતના સૌથી મોટા શિવલિંગોમાનું એક છે. અહીં 18 ફૂટ ઊંચું શિવલિંગ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં સ્થિત એક એક પથ્થરમાંથી બનેલું છે. તે બેતવા નદીના તટ પર આવેલું છે.
અમરનાથ મંદિર, જમ્મુ કાશ્મીર
અમરનાથ ગુફા મંદિર જમ્મુ કાશ્મીરમાં સ્થિત છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર હિંદુ ધર્મના સૌથી પવિત્ર મંદિરોમાંનું એક છે. જુલાઈ-ઓગસ્ટની આસપાસ અહીં 40 મીટર ઊંચા શિવલિંગનું નિર્માણ થાય છે. તે બરફમાંથી બને છે.
બદાવિલિંગ મંદિર, હમ્પી
કર્ણાટકના હમ્પીમાં આવેલું બદાવિલિંગ મંદિર સૌથી મોટા શિવલિંગોમાં સામેલ છે. આ લક્ષ્મી અને નરસિમ્હા ભગવાનના મંદિરની બાજુમાં આવેલું છે. હમ્પીમાં સૌથી મોટું અખંડ શિવલિંગ છે.
કોટિલિંગેશ્વર મંદિર, કર્ણાટક
કોટિલિંગેશ્વર કર્ણાટકના કોલાર જિલ્લામાં આવેલું છે. આ જગ્યાને દુનિયાના સૌથી મોટા શિવલિંગમાંથી એક માનવામાં આવે છે. ભગવાન કોટિલિંગેશ્વર મંદિર અલગ અલગ દેવતાઓના 11 નાના મંદિરો અને નંદીશ્વરની એક ઊંચી મૂર્તિ સાથે કોટિલિંગેશ્વરને સમર્પિત છે. અહીં 108 ફુટ ઊંચુ શિવલિંગ છે. તેની સામે નંદીની એક પાંચ ફૂટ લાંબી મૂર્તિ છે.
આ પણ વાંચોઃ ઓગસ્ટ મહિનામાં સૂર્યનું મહાગોચર, સોનાની જેમ ચમકશે આ રાશિની કિસ્મત