ઈન્ટરનેટનો ઉપયોગ તો સૌ કોઈ કરે છે પણ WWW શું છે તે જાણો છો ?
આજે દુનિયામાં ખૂણે ખૂણે સુધી માણસ એકબીજાની સાથે જોડાયેલો છે. તેમની વચ્ચે ઈન્ટરનેટના માધ્યમથી કનેક્શન સ્થપાયેલા છે. પરંતુ આ કનેક્શન વચ્ચે સૌથી મોટો રોલ રહેલો છે એવા www નો અર્થ કદાચ ઘણાં લોકો જાણતા ન હશે. www (વર્લ્ડ વાઇડ વેબ) એ ઈન્ટરનેટની એક સેવા છે. www એ ડેટાથી બનેલું આખું માળખું છે. આ ડેટા સંપુર્ણ રીતે હાઇપરટેક્સ્ટ (Hypertext) સાથે જોડાયેલા છે. હાઇપરટેક્સ્ટની અંદર ડોક્યુમેન્ટ, ફાઈલ્સ ફોર્મેટ, ફોટો, વીડિયો, અવાજ વગેરેનો સમાવેશ થાય છે.
તમને ખબર નહિ હોય કે આ બધા એક હાઇપરટેક્સ્ટ ભાષામાં કન્વર્ટ થઇને તમને બધાને વેબ પર જોવા મળે છે. તમે બધા વેબસાઈટ શબ્દથી પરિચિત છો, પણ તમારી વેબસાઈટની ઓળખાણ આ વર્લ્ડ વાઈડ વેબ થી થાય છે. આ એક એવી ખોજ છે જેનાથી તમારી વેબસાઈટનું એક વિશેષ નામકરણ થાય છે.
WWW (વર્લ્ડ વાઈડ વેબ)નો ઇતિહાસ વિશે જાણો
ટિમ બર્નર્સ લી નામના વ્યક્તિએ માર્ચ 1980માં એક ડેટાબેઝ બનાવેલો હતો ત્યારબાદ તેમણે Robert Cailliau ની મદદથી માહિતીનો સંગ્રહ કરવા માટે હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટની સાથે વેબ ઓફ નોર્ડસ તરીકે તેમને www (વર્લ્ડ વાઈડ વેબ)ની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે wwwમાં ઘણા નવા અપડેટ અને સુધારા કર્યા અને આખી દુનિયામાં wwwની એક અલગ જ ઓળખ ઉભી કરી. બર્નર્સ લીએ 1990માં નવેમ્બર મહિનામાં wwwને જાહેર કર્યું હતું. જેને પછી 1 ઓગસ્ટ 1991માં લોકોની સમક્ષ મુકવામાં આવ્યું હતું.
www કેવી રીતે કાર્ય કરે છે?
સો પ્રથમ તો આજની દુનિયામાં ઈન્ટરનેટ અને વર્લ્ડ વાઈડ વેબ નામથી ઘણા બધા લોકો પરિચિત છે, પણ આ બને શબ્દો એક બીજાથી અલગ અલગ છે. ઈન્ટરનેટ એટલે ગ્લોબલ ડેટા કોમ્યુનિકેશન સિસ્ટમ થાય અને વેબ એટલે ઈન્ટરનેટ થી સંચાલિત સિસ્ટમ કહી શકાય. www એ વેબ બ્રાઉઝરમાં URL સર્ચ કરીને આપણને વેબસાઈટ અથવા તો વેબ પેજ બતાવે છે. આ રીતનું કાર્ય કરે છે.