શું તમને ખબર છે તમારા ફેવરેટ પ્લયેરનું બેટ કયા લાકડાંમાંથી બને છે..?
Cricket : ભારતમાં ક્રિકેટને લોકો અન્ય રમત કરતા પણ વધારે ક્રેઝ જોવા મળે છે. અને ભારતમાં રાષ્ટ્રીય રમત હોકી કરતા પણ વધારે ક્રિકેટ જોવાય છે તો તમને આ દરમ્યાન એક સવાલ જરૂર થતો હશે કે ક્રિકેટ માટે બેટ્સમેનને જરુરી એવી કીટ બેટ કયા લાકડાં માંથી બને છે.?
ક્યા લાકડાંમાંથી બંને છે બેટ..?
ક્રિકેટ બેટને પરંપરાગત રીતે વિલોના લાકડામાંથી બનાવવામાં આવે છે. ખાસ કરીને સફેદ વિલોની લાકડાથી ક્રિકેટ બેટ બનાવવામાં આવે છે.
ફર્નીચર પણ બંને છે આ લાકડાથી
ક્રિકેટ બેટમાં ઉપયોગમાં આવતા આ વિલોના લાકડામાંથી બોક્સ, ઝાડુ, ક્રિકેટ બેટ, દંડા, રમકડા અને અન્ય ફર્નીચર પણ બને છે. આ ઉપરાંત તેના લાકડામાંથી ટેનીન, ફાઈબર, કાગળ, દોરડું અને તાર બનાવી શકાય છે.
શું તમે જાણો છો ક્રિકેટ બેટના કેટલા પ્રકાર છે..?
ક્રિકેટ બેટના 3 પ્રકાર હોય છે
- વિલો ક્રિકેટ બેટ
- કાશ્મીરી વિલો ક્રિકેટ બેટ
- ઈંગ્લિશ વિલો ક્રિકેટ બેટ
સૌથી વધારે કાશ્મીરી વિલો બેટ હોય છે ભારે
અંગ્રેજી વિલો બેટની તુલનામાં કાશ્મીરી વિલો બેટ ભારે હોય છે.આ બેટથી બોલ જ્યારે બેટથી અથડાય છે ત્યારે તે પ્રભાવની ધ્વનિ થાય છે તેને પિંગ કહે છે. આ મામલે કાશ્મીરી બેટમાં પિંગનું સંતુલન ઉત્તમ હોય છે.
કેવો હોય છે કલર
કાશ્મીરી વિલો બેટનો રંગ ભૂરો અને લાલ જેવો કાર્ડ હોય છે. જ્યારે ઈંગ્લિશ વિલો બેટનો રંગ કાશ્મીરી વિલો બેટ કરતા વધારે સફેદ હોય છે.
આ પણ વાંચો : T20 Series : ભારત અને વેસ્ટ ઈન્ડિઝની 3 ઓગસ્ટથી થશે ટકરાવ, જાણો સમગ્ર શેડ્યુલ