બેંગકોકનું આખું નામ શું છે, તમે જાણો છો?
બેંગકોક, 23 ફેબ્રુઆરી : બેંગકોક તેના ભોજન, પાર્ટીઓ અને કુદરતી સૌંદર્ય માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ બહુ ઓછા લોકો બેંગકોકનું સાચું અને આખું નામ જાણે છે. તેનું સાચું નામ કવિતા જેવું છે.
એકદમ હેપનિંગ માનવામાં આવતી થાઈલેન્ડની રાજધાની બેંગકોક હંમેશા પ્રવાસીઓ માટે ખાસ રહ્યું છે. દેશ-વિદેશમાંથી લાખો લોકો અહીં ફરવા માટે આવે છે. જો કે આ શહેર તેના ભોજન, પાર્ટીઓ અને કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ બહુ ઓછા લોકો બેંગકોકનું સાચું અને આખું નામ જાણે છે. બેંગકોકનું પૂરું નામ એટલું લાંબુ છે કે તે વિશ્વના સૌથી લાંબા શહેરનું નામ હોવાનો દાવો કરે છે. હાલમાં જ એક વાયરલ વીડિયોના કારણે તે ચર્ચામાં આવ્યું હતું. તેનું નામ માત્ર અક્ષરોની શ્રેણી નથી પરંતુ કોઈ કવિતા જેવું છે.
બેંગકોકનું આખું નામ “ક્રુંગ થેપ મહાનાખોન અમોન રત્નાકોસિન મહિન્થરા આયુથયા મહાદિલોક ફોપ નોપ્પારત રત્ચાથની બુરીરોમ ઉદોમરાચનિવેટ મહાસાથન અમોન પિમન અવતાન સાથિત સક્કતટ્ટિયા વિત્સાનુકમ પ્રસિત” (Krung Thep Mahanakhon Amon Rattanakosin Mahinthara Ayuthaya Mahadilok Phop Noppharat Ratchathani Burirom Udomratchaniwet Mahasathan Amon Piman Awatan Sathit Sakkathattiya Witsanukam Prasit” ) છે. તેનો અર્થ થાય છે, દૂતોની નગરી, અમરોની મહાન નગરી, નવ રત્નોની ભવ્ય નગરી, રાજાની બેઠક, રાજમહેલોની નગરી, દેવતાઓના અવતારનું ઘર, ઇન્દ્રની આજ્ઞાથી બંધાયેલું વિશ્વકર્મણની.
View this post on Instagram
જો કે મોટાભાગના થાઈ લોકો તેને ટૂંકમાં “ક્રુંગ થેપ મહા નાખોન” કહે છે, તેમ છતાં તેનું પૂરું નામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. તાજેતરના વાઈરલ થયેલા વીડિયોમાં પ્રવાસીઓથી ભરેલી બસમાં ટૂર ગાઈડ તેમને શહેરનું આખું નામ કહે છે. આ વીડિયો વાઈરલ થયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે બહુ ઓછા લોકો તેના વિશે જાણતા હતા. આ વીડિયો વોવી જેન ડેમરે દ્વારા ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, “બેંગકોકનું પૂરું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્થળના સૌથી લાંબા નામ તરીકે ઓળખવામાં આવ્યું છે.”
આ પણ વાંચો : ક્રુર તાલિબાની પ્રથા હજુ પણ યથાવત્, પત્રકાર સહિત બેને જાહેરમાં મૃત્યુદંડ આપ્યો