ગીરનારની સીડીઓ પાછળના આ મંદિરને શું તમે જાણો છો…?
જટાશંકર મહાદેવ મંદિર : શ્રાવણ માસના આ દિવસોમાં મહાદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ગિરનારની જો વાત કરવામાં આવે તો ત્યાં ઘણા મંદિરો છે. જેમાં મહાદેવના મંદિરોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ગિરનારમાં અમુક મંદિરો એવા પણ છે જે કદાચ લોકો તેને જાણતા પણ નઈ હોય, કારણ કે તે મંદિર જંગલોમાં હોય છે. આ સાથે જ અમે તમને ગિરનારમાં એવા મંદિર વિશે જણાવીશું જે કદાચ તમે નહિ જાણતા હોવ…
પવિત્ર શ્રાવણ માસ : ભલે દેવાધિદેવ મહાદેવ હિમાલયના કૈલાશ પર્વત પર બિરાજમાન હોય, પરંતુ ગિરનારનો પણ આગવો મહિમા છે. ગિરનારની ગોદમાં આવેલું જટાશંકર મહાદેવ મંદિર શિવભકતોની આસ્થાનું કેન્દ્ર છે. આ સાથે જ આ મંદિરની આજુબાજુ ફરતા ઝરણા લોકોને શાંતિમય વાતવરણ પૂરું પડે છે. આ મંદિર અદ્ભુત છે.જેને જોવા માટે લોકો દુર દુરથી આવતા હોય છે.
ગિરનારની પાછળની સીડીએ જટાશંકર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ભવનાથથી ચાલતાં પગથિયાં સુધી પહોંચવાનું રહે છે. તે પછી 490 પગથિયાં ઉપર ચડી, જમણી બાજુએ થોડા આગળ જતાં જ જટાશંકર મહાદેવનું મંદિર આવે છે.જો તમે પણ ગીરનાર જવાના હોવ તો આ મંદિરની અચૂકથી મુલાકાત લેજો. અહીંની પ્રકૃતિની સુંદરતા લોકોનું મન મોહી લે છે. સાથે જ આવી પણ માન્યતા છે કે અહી ભગવાન શિવ કોઈ સાધુના રૂપમાં આવે છે. અને ભક્તોની મનોકામના પુર્ણ કરે છે.
સાથે જ જો ગિરનારમાં બીજા મંદિરોની વાત કરીએ તો જટાશંકર મહાદેવના મંદિર ઉપરાંત, આ શિવાલયો પણ ગિરનારના જંગલમાં આવેલાં છે. ચંદ્રમૌલેશ્વર, શિવગુફા, આત્નેશ્વર, મથુરેશ્વર, ગુપ્તેશ્વર, રામનાથ મહાદેવ મંદિર, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, કામેશ્વર મહાદેવ મંદિર. એ જ રીતે ભવનાથની તળેટીમાં પણ મહાદેવનાં મંદિર આવેલાં છે – ભવનાથ મહાદેવ મંદિર, મુચકુંદ મહાદેવ મંદિર, વસ્ત્રાપથેશ્વર, મહાદેવ, દૂધેશ્વર મહાદેવ મંદિર વગેરે..જે જોવા જેવા છે.
આ પણ વાંચો : શું તમે જાણો છો ? શ્રાવણ દરમિયાન સપનામાં સાપ જોવાનો અર્થ શું છે…