ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

જવનું પાણી પીવાના આ ફાયદા જાણો છો? વેઈટલોસથી લઈને ડાયાબિટીસમાં ઉપયોગી

  • જવનું પાણી પીવાના ફાયદા એ છે કે તમે તમારું વધેલું વજન ઘટાડી શકશો. જવમાં વિટામીન બી કોમ્પ્લેક્સ, ડાયેટ્રી ફાઈબર, આયરન, કેલ્શિયમ, ઝિંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

વધતું વજન આજકાલ દરેક વ્યક્તિ માટે એક મોટી સમસ્યા છે. ચિંતાની વાત એ છે કે તમે મેદસ્વીતા કે વજન વધવાને ગંભીરતાથી નહીં લો તો અન્ય કોઈ ગંભીર રોગનો શિકાર બની જશો. જો તમારું વજન વધી રહ્યું હો તો થોડો ડાયેટનો ખ્યાલ રાખો. સાથે સાથે ફિઝિકલ એક્ટિવીટીઝ પણ કરો અને આ એક નુસખો અજમાવો, જે વધુ કારગત છે. જવનું પાણી પીવાથી તમે તમારું વધેલું વજન ઘટાડી શકશો. જવમાં વિટામીન બી કોમ્પ્લેક્સ, ડાયેટ્રી ફાઈબર, આયરન, કેલ્શિયમ, ઝિંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત જવમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઈટોકેમિકલ્સ પણ રહેલા છે. તે વેઈટ લોસની સાથે બીપી કન્ટ્રોલ પણ કરે છે. જાણો જવનું પાણી પીવાના અન્ય ફાયદા.

ડાયાબિટીસ માટે બેસ્ટ

સુગરના દર્દીઓ માટે જવનું પાણી અત્યંત ફાયદાકારક છે. જવનું પાણી બોડીમાં સુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તમે ભોજન બાદ જો એક કપ જવનું પાણી પીશો તો તમારું બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેશે.

વેઈટ લોસમાં સરળતા

જવનું પાણી એક પ્રાકૃતિક વેઈટ લોસ ડ્રિંક છે. જો તમે વધતા વજનથી પરેશાન હો તો તેને કન્ટ્રોલ કરવા માટે આ એક નેચરલ ડ્રિંક છે. જવનું પાણી એક સારો વિકલ્પ છે. તે પાચનમાં સુધારો કરીને મેટાબોલિઝમ વધારે છે. તેનાથી ભોજનને જલ્દી પચાવી શકાય છે અને વધારાની કેલરીને પણ ઝડપથી બાળી શકાય છે. તેમાં રહેલા હાઈ સોલ્યુબલ ફાઈબર વજનને નિયંત્રણમાં રાખે છે.

જવનું પાણી પીવાના આ ફાયદા જાણો છો? વેઈટલોસથી લઈને ડાયાબિટીસમાં ઉપયોગી hum dekhenge news

બોડી ડિટોક્સ કરે છે

જવનું પાણી પીવાથઈ બોડી ડિટોક્સ થવામાં મદદ મળે છે. જવનું પાણી શરીરના ટોક્સિન્સને બહાર કાઢીને કીડનીને સાફ કરે છે અને ફંકશન સુધારે છે.

પાચન વધારે છે

જવનું પાણી પાચન યોગ્ય કરે છે. પાચન માટે તે કોઈ વરદાનથી ઉતરતું નથી. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે અને પાચનને લગતી અન્ય બીમારીઓ પણ મટે છે.

હાઈબ્લડ પ્રેશરમાં રામબાણ

જે લોકોને હાઈ બીપીની સમસ્યા છે તેમના માટે જવનું પાણી પીવું ફાયદાકારક છે. તે પીવાથી હાઈ બીપીના સ્તરને સામાન્ય કરી શકાય છે.

જવનું પાણી કેવી રીતે બનાવશો?

જવનું પાણી બનાવવા માટે પહેલા પાંચ કપ પાણીમાં એક કપ જવ નાખી દો. તેમાં આદુનો એક ટુકડો અને તજ નાંખો અને 10 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ પાણીને એક વાસણમાં ગાળી લો. તેમાં લીંબુ અને મધ મિક્સ કરીને પી શકો છો. સવારે ખાલી પેટે અથવા ભોજનની 15 મિનિટ પછી તમે આ ડ્રિંકનું સેવન કરી શકો છો.

આ પણ વાંચોઃ નૂડલ્સમાંથી સાડા છ કરોડના હીરા અને સોનું મળી આવ્યું, ક્યાંથી અને કેવી રીતે? જાણો

Back to top button