શું તમે જાણો છો આ ઈયરબડ્સની કિંમત જેનો ઉપયોગ કરે છે વિરાટ કોહલી
Virat Kohli : ટીમ ઇન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં તેઓ ટેસ્ટમાં અને વનડેમાં ભવ્ય જીત બાદ T20 સીરિઝ રમશે.વિરાટ કોહલી પણ હાલ વેસ્ટ ઈન્ડિઝ છે.વિરાટ કોહલી મેદાનમાં બેટ સાથે અને મેદાનની બહાર પણ ચાર્મ ધરાવે છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી તેની લાઈફ-સ્ટાઈલ અને તેના ઉગ્ર સ્વભાવના લીધે હમેશા ચર્ચામાં રહે છે.
APPLE ના ઈયરબડ્સ વાપરે છે વિરાટ કોહલી
મોટાભાગના ખેલાડીઓ Apple પ્રોડક્સનો ઉપયોગ કરે છે કારણ કે તે માત્ર પ્રીમિયમ જ નથી પણ દરેક બાબતમાં અદ્ભુત પણ છે. હાલમાં જ વિરાટ કોહલી એપલ ઈયરબડ સાથે જોવા મળ્યો છે, જેની કિંમત 20 હજાર રૂપિયા છે.પરંતુ આ ઇયરબડ ભારતમાં ઉપલબ્ધ નથી. BCCI દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં તે ક્ષણ કેપ્ચર કરવામાં આવી હતી.
જાણો શું છે ઇયરબડ્સની ખાસિયત
આ ઇયરબડ્સને Beats Powerbeats Pro TWS કહેવામાં આવે છે. આ AirPods અથવા AirPods Pro નથી. કંપનીએ 2014માં Beats મ્યુઝિક અને ઈલેક્ટ્રોનિક્સને $3 બિલિયનમાં ખરીદયું હતું, જેનાથી તે એક લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ. ભારતીય બજારમાં Beatsની પ્રોડક્ટ્સ શરૂ થઈ નથી. પરંતુ કેટલાક બીટ્સ TWS ઇયરબડ્સ અને હેડફોન પસંદગીના Apple સ્ટોર્સ અને ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.
Joshua Da Silvaની માતાને પણ મળ્યો હતો વિરાટ કોહલી
બીજી ટેસ્ટના બીજા દિવસ પછી એક ભાવનાત્મક ક્ષણ ઉભરી આવી હતી.બીજી ટેસ્ટના બીજા દિવસે રમત સમાપ્ત થયા પછી, જ્યારે ટીમો બસ દ્વારા હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે એક ભાવનાત્મક ક્ષણ સામે આવી હતી, જ્યારે વિરાટ કોહલીને મળ્યા પછી વિન્ડીઝના વિકેટકીપર Joshua Da Silvaની માતા ખૂબ જ ખુશ દેખાતી હતી. તેણે વિરાટ પ્રત્યે લાડ બતાવી. જોશુઆની માતા અહીં જ ન અટકી, તેણે વિરાટ કોહલીને ગળે લગાવ્યો અને તેને પ્રેમથી કિસ કરી. ત્યાં તેણે વિરાટ સાથે લાંબા સમય સુધી વાત કરી હતી.આ ટેસ્ટ દરમ્યાન વિરાટ કોહલીએ 500મી મેચમાં શાનદાર સદી ફટકારી હતી.આ મેચ દરમ્યાન બીજા ટેસ્ટના બીજા દિવસની રમતમાં વિરાટ કોહલીએ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા હતાં.
આ પણ વાંચો : World Cup 2023 : ભારત અને પાકિસ્તાન મેચની તારીખને લઈને મોટો ફેરફાર,હવે આ તારીખે રમાશે મેચ