ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ચામાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાના ફાયદા શું તમે જાણો છો?

Text To Speech
  • ચામાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાના શું ફાયદા છે? આ આઈડિયા વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી આવ્યો છે. ત્યાં કોફીમાં ઘી કે બટર નાંખીને પીવામાં આવે છે અને તેને એનર્જી બુસ્ટર કહેવાય છે

તાજી કડક ચા પીવી કોને પસંદ નથી? ખાસ કરીને સવારની ચા બધાને પસંદ હોય છે. સુઈને ઉઠ્યા બાદ એક કપ તાજી કડક ચા પીવા મળી જાય તો જાણે દિવસ સુધરી જાય. તાજી કડક ચામાં જો ઘી મિક્સ કરી દેવામાં આવે તો તમે વિચાર્યા નહીં હોય તેવા ફાયદા મળશે. સાંભળવામાં ભલે અજીબ લાગે, પરંતુ એક વખત આ નુસખો જરૂર ટ્રાય કરજો. આ આઈડિયા વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી આવ્યો છે. ત્યાં કોફીમાં ઘી કે બટર નાંખીને પીવામાં આવે છે અને તેને એનર્જી બુસ્ટર કહેવાય છે. આ આઈડિયા ચા પર પણ કામ લાગે છે. ચામાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાના શું ફાયદા છે?

ચામાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાના ફાયદા શું તમે જાણો છો? hum dekhenge news મગજ થશે તેજ

ચામાં મળી આવતું કેફીન મગજને સક્રિય કરે છે અને યાદશક્તિને મજબૂત બનાવે છે. આયુર્વેદ અનુસાર દેશી ઘીમાં એવા પોષક તત્વો હોય છે, જે મગજને મજબૂત કરે છે અને સાથે સાથે યાદશક્તિને તેજ બનાવે છે. સવારે ચામાં દેશી ઘી મિક્સ કરીને પીવાથી ચા અને ઘીના ગુણ એક સાથે મળી જાય છે અને મગજ તેજ થાય છે.

એન્ગ્ઝાઈટી ભાગે છે દૂર

ઘીમાં રહેલી ફેટ અને ચામાં રહેલું એન્ટિઓક્સિડન્ટ એક સાથે મળે છે ત્યારે મગજનું એન્ગ્ઝાઈટી લેવલ ઘટે છે. સવારની ચામાં દેશી ઘી મિક્સ કરીને પીવાથી ચિડચિડિયાપણું ખતમ થાય છે. મગજ પણ શાંત થાય છે અને કારણ વગરના તણાવથી મુક્તિ મળે છે.

ચામાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાના ફાયદા શું તમે જાણો છો? hum dekhenge news

વધે છે એનર્જી લેવલ

ઘી વાળી ચાને એનર્જી બૂસ્ટર પણ કહી શકાય છે. આ ચામાં વિટામીન, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે. કેલરી અને ન્યૂટ્રિશનથી ભરેલી ચા પીવાથી આળસ, નબળાઈ, થાક દૂર થાય છે અને શરીરનું એનર્જી લેવલ વધે છે.

ઈમ્યુનિટી પાવર થાય છે ડબલ

ચામાં ઘી મિક્સ કરીને પીવાથી શરીરની ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. બદલાતી સીઝનની અસર શરીર પર પડતી નથી. રોગ પ્રતિકારક ક્ષમતા વધવાના કારણે સીઝનલ બીમારીઓ દૂર રહે છે. સાથે આ ડ્રિંકમાં મળી આવતી હેલ્ધી ફેટ્સ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધવા નહીં દે. હ્રદય સાથે જોડાયેલા રોગોનો ખતરો પણ ઘટશે.

આ પણ વાંચોઃ ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાના કમાલના ફાયદા, વજન પણ ઘટશે

Back to top button