શું આપ જાણો છો, રાવણે અંતિમ સમયે લક્ષ્મણજીને આપ્યો હતો ઉપદેશ ?
રાવણ સાથેનું યુદ્ધ સમાપ્ત થયા પછી શ્રી રામે ભાઈ લક્ષ્મણને રાવણ પાસે જઈને રાજનીતિ-ઉપદેશ લેવા માટે જવાનું સૂચન કર્યું હતું. શ્રી રામ જાણતા હતા કે રાવણ મહાન શિવભક્ત અને કુશળ રાજનીતિજ્ઞ હતો, એટલે રાવણના અંતિમ સમયે તેમની પાસેથી જ્ઞાન લેવા લક્ષ્મણને કહ્યું હતું. શ્રી રામની વાત સાંભળી લક્ષ્મણને શોભ થયો અને વિમાસણમાં પડી ગયા. શ્રી રામના કહેવાથી લક્ષ્મણ રાવણ સામે જઈને ઊભા રહ્યા અને રાવણને ઉદ્દેશીને કહેવા લાગ્યા, મને શ્રી રામે આપની પાસે રાજનીતિ-ઉપદેશો, બોધ-વચનો સાંભળવા માટે મોકલ્યો છે. રાવણે લક્ષ્મણને જવાબ આપ્યો, આપ મારી પાસે નીતિ-ઉપદેશો સાંભળવા આવ્યા છો.
રાવણ જે સમયે મરણાસન અવસ્થામાં હતો ત્યારે ભગવાન શ્રી રામ એ લક્ષ્મણને કહ્યું કે આ સંસારમાંથી નીતિ, રાજનીતિ અને શક્તિનાં મહાન પંડિત વિદાય લઈ રહ્યા છે, તમે તેમની પાસે જાઓ અને તેમનાં જીવનની થોડી એવી શિક્ષા લઈ લો, જે કોઈ બીજા નથી આપી શકતા. શ્રી રામની વાત માનીને લક્ષ્મણ મરણાસન અવસ્થામાં પડેલા રાવણનાં માથા પાસે જઈને ઉભા રહી ગયા.
લક્ષ્મણ ઘણા સમય સુધી રાવણનાં માથા પાસે ઊભા રહ્યા પરંતુ રાવણે તેને કંઈપણ ના કહ્યું. ત્યારબાદ લક્ષ્મણ પરત આવ્યા અને પ્રભુ શ્રીરામને બધી વાત જણાવી. ત્યારે ભગવાન શ્રી રામ એ લક્ષ્મણને કહ્યું કે, “જો કોઈ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેનાં ચરણો પાસે ઉભા રહેવું જોઈએ. માથા પાસે નહિ”. આ વાત સાંભળીને લક્ષ્મણ ફરી રાવણ પાસે ગયા અને તેનાં પગ પાસે ઉભા રહી ગયા. તે સમયે મહાપંડીત રાવણે લક્ષ્મણને પાંચ એવી વાતો જણાવી હતી, જે જીવનમાં સફળતાની ચાવી છે.
આ પણ વાંચો: ગોંડલ: સમગ્ર દેશમાં આવેલા બે મંદિરો માનું એક મંદિર જાણો માતાના ઉદભવ વિશે !
રાવણે લક્ષ્મણને આપેલા ઉપદેશો
- પહેલી આ વાત દ્વારા લંકાપતિએ સમજાવ્યું હતું કે,
આપના જીવનમાં આપણે કેટલાક ખોટા કર્યો વહેલા કરી નાખીએ છીએ કે, જેના કારણે આપણે શુભ કાર્ય કરી શકતા નાતી. મેં પણ વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીરામને ઓળખવામાં બહુ મોડું કર્યું તેથી જ મારો આ હાલ થયો છે. માટે હે લક્ષ્મણ તમે યાદ રાખો કે, શુભ કાર્ય જેટલું વહેલું થઈ શકે એટલું વહેલું કરો અને ખરાબ કાર્ય જેટલું દુર કે મોડું કરી શકાય એટલું મોડું કરો. જે આ શુભ લક્ષ્મણ ધરાવતો હોય એ જ સમય જતા જ્ઞાની પુરવાર થશે.”
માટે હે લક્ષ્મણ યાદ રાખો કે, શુભ કાર્ય જેટલું જલ્દી થઈ શકે એટલું વહેલું કરવું અને ખરાબ કાર્ય જેટલું દુર કરી શકે એટલું દુર કરવું.
- લંકાપતિ રાવણે બીજી વાત આવી રીતે લક્ષ્મણજીને કહી કે,
આપણે જયારે કોઈ યુદ્ધ કે કોઈ બીજી બાબતમાં આપણા હરીફને નબળો ગણવા લાગીએ છીએ ટે જ વાત આપના પતનની શરૂઆત કરે છે. આપના હરીફને ક્યારેય કમજોર ના સમજવા જોઈએ. ગમે તેટલો નાનો હરીફ હોય છતાં પણ ટે તેની મજબુત બાજુનો આપણે વિચાર કરી લેવો જોઈએ. મારી પણ એ ભૂલ થઈ ગઈ કે મેં વાનરો તથા રીછની સેનાને તુચ્છ ગણી અને ટે જ સેના aaj મારા પુરા રાજ્યના વિનાશનો કારણ બની. મેં પણ મારી અમરતાનું વરદાન માગ્યું ત્યારે મેં મનુષ્યના હાથે મારવાનું વરદાનના માગ્યું કેમ કે, હું મનુષ્યને તુચ્છ સમજતો હતો, તેથી આજ વિષ્ણુના મનુષ્યરૂપે અવતાર એવા શ્રીરામ જ મારી મૃત્યુના કારણ બન્યા. માટે હે, દશરથ પુત્ર લક્ષ્મણ, યાદ રાખો કે, ક્યારેક શત્રુને તુચ્છ કે નબળો કે નાનો ગણવો નહિ, નહીતર એ જ તમારા વિનાશનું કારણ બનશે.
- લંકાપતિ લક્ષ્મણજી ને ત્રીજી અને અંતિમ વાત સમજાવતા કહ્યું કે,
હે લક્ષ્મણ યાદ રાખો હંમેશા તમારા વિનાશમાં તમારો જ હાથ રહેલો હોય છે, એટલે કે તમે જો ખુદ જ તમારા રહસ્ય બધાને જણાવી દો તો ઇ જ રહસ્ય તમારા વિનાશનું કારણ બને છે, મારું રહસ્ય મારા નાના ભાઈ વિભીષણ નને ખબર હતી કે, મારું મૃત્યુ મારી નાભિમાં જ રહેલું છે એટલે એ જ મારા મૃત્યુનું કારણ બન્યું. જો મેં મારું આ રહસ્ય મારા ભાઇને ના જણાવ્યું હોત તો આજ મારો મૃત્યુનો સમયના આવ્યો હોત.
મારી પણ ભૂલ થઈ ગઈ કે, મેં મારું રહસ્ય કોઈને જાણાવી દીધું. માટે હે લક્ષ્મણ તમે યાદ રાખો કે, ક્યારેક તમારું રહસ્ય કોઈને ના કહો કેમ કે, એ જ રહસ્ય તામારા વિનાશનું કારણ બની શકે છે.
આ પણ વાંચો: માટેલ: જાણો કેવી રીતે જાનબાઇ એ લીધું માતા ખોડીયારનું સ્વરૂપ !