ટ્રેન્ડિંગનેશનલહેલ્થ

પેશાબ લાંબો સમય અટકાવી રાખો તો તેની શરીરમાં કેવી અસર પડે એ જાણો છો?

એચડી ન્યઝ ડેસ્ક, 21 જાન્યુઆરી, 2025: પેશાબ લાંબો સમય અટકાવી રાખો તો તેની શરીરમાં કેવી અસર પડે એ જાણો છો? ન જાણતા હોવ તો જાણી લો. તમારામાંથી અનેકને એવો પ્રત્યક્ષ અનુભવ થયો હશે કે પેશાબનું પ્રેશન આવ્યું હોય પરંતુ કોઈને કોઈ કારણસર બાથરૂમમાં જઈ ન શકાય. ક્યારેક બહાર હોઈએ અને આસપાસ ક્યાંય બાથરૂમ ન મળે, અથવા ક્યારેક ઑફિસના કામનું ભારે દબાણ હોય તો પેશાબ અટકાવીને બેસી રહેવું પડે વગેરે.

પરંતુ પેશાબને આ રીતે લાંબો સમય અટકાવવો એ શરીર માટે કેટલું હાનીકારક છે એ જાણો છો?

પેશાબ કેટલો સમય સુધી અટકાવી રખાય?

પહેલો પ્રશ્ન તો એ છે કે પેશાબ કેટલો સમય સુધી અટકાવી શકાય? આપણો પેશાબનો માર્ગ ખુલ્લો હોય છે. વાસ્તવમાં તે જમરુખ આકારનું અંગ હોય છે જેને પેશાબમાર્ગ કહેવાય છે. આ જગ્યાએ પેશાબ સંગ્રહ થયા કરે છે, પરંતુ તેનું પ્રમાણ બે કપ જેટલું થઈ જાય તો તેને કાઢવું જરૂરી હોય છે. અલબત્ત, કેટલાક સંજોગોમાં તેને અમુક સમય સુધી અટકાવી રાખી શકાય છે. તેની પાછળની હકીકત એ છે કે, આ અંગ અડધું ભરાય ત્યારથી આપણને પેશાબ જવાની ઈચ્છા થવા લાગે છે.

પેશાબ વધારે સમય અટકાવી રાખો તો શું થાય?

તમને વારંવાર પેશાબને લાંબા સમય સુધી અટકાવી રાખવાની ટેવ હોય તો તમારું એ બ્લૅડર ખેંચાય છે અને પરિણામે સ્નાયુ નબળા પડે છે. સમય જતાં તમારું એ બ્લૅડર સંપૂર્ણ ખાલી થવાનું બંધ થઈ જાય છે. પરિણામે થોડો પેશાબ એ જગ્યાએ રહી જ જાય છે અને તમે બ્લૅડર સંપૂર્ણ ખાલી કરી શકતા નથી.

પેશાબને અટકાવી રાખવાની ટેવથી ભવિષ્યમાં દુખાવો થઈ શકે છે અથવા બ્લૅડર કે કિડનીમાં મુશ્કેલી ઊભી થાય છે. લાંબા સમય સુધી પેશાબ અટકાવી રાખ્યા બાદ તમે બાથરૂમમાં જાવ ત્યારે પેશાબ કરતી વખતે દુખાવો પણ થઈ શકે. તે ઉપરાંત સ્નાયુઓ નબળા પડ્યા હોવાથી તમારું બ્લૅડર ખાલી થાય તેમછતાં તેમાં સળ પડી જવાનું જોખમ રહે છે.

ઈન્ફેક્શનનું જોખમઃ

લાંબા સમય સુધી પેશાબ અટકાવી રાખવાની ટેવને કારણે ઈન્ફેક્શનનું જોખમ સૌથી વધુ રહે છે. યુરોલોજી કેર ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, લોકોએ લાંબા સમય સુધી પેશાબ અટકાવી રાખવાનું ટાળવું જોઇએ, અન્યથા તેને કારણે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI) થઈ શકે છે.

તમને UTI ઈન્ફેક્શન થયું છે કે નહીં એ કેવી રીતે જાણી શકાય?

આ માટે સાત લક્ષણો છે જેના ઉપર ધ્યાન આપવું જોઇએ.
UTI ઈન્ફ્કેશન થયું હોય તોઃ-
– પેશાબ દરમિયાન બળતરા અથવા કંઈક ભોંકાતું હોય એવું લાગે.
– પેલ્વિસમાં અથવા પેટના નીચેના ભાગમાં દુખાવો થાય.
– પેશાબ જવાની વારંવાર ઈચ્છા થયા કરે.
– પેશાબની અત્યંત તીવ્ર અથવા ખરાબ ગંધ આવે.
– પેશાબનો રંગ દુધાળો અથવા રંગહીન થઈ જાય.
– સતત ડાર્ક પેશાબ આવે.
– પેશાબમાં લોહી પડે.

આવાં કોઈપણ લક્ષણ દેખાય તો તમને ઈન્ફેક્શન થયું છે એવું સ્પષ્ટ થાય અને તમારે સારવાર લેવી જોઇએ.

આ ઉપરાંત વધારે લાંબા સમય સુધી પેશાબ અટકાવી રાખવાની વારંવાર ટેવ હોય તો સ્નાયુઓને પણ નુકસાન થઈ શકે છે. એક મુખ્ય સ્નાયુ, મૂત્રમાર્ગ સ્ફિન્ક્ટર, લિકેજને રોકવા માટે મૂત્રમાર્ગને બંધ રાખવામાં મદદ કરે છે. આ સ્નાયુને નુકસાન પેશાબની અસંયમ તરફ દોરી શકે છે. કેગલ્સ જેવી પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કરવાથી આ સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે

વળી જે લોકોને કિડનીમાં પથરીની તકલીફ હોય તેમના માટે તો પેશાબ લાંબો સમય અટકાવવાનું વધારે નુકસાનકારક સાબિત થઈ શકે કેમ કે સ્થગિત રહેલા પેશાબને કારણે પથરી બનતી હોય છે. પેશાબમાં કુદરતી રીતે જ યુરિક એસિડ તથા કેલ્સિયમ ઓક્સાલેટ હોય છે જેમાંથી પથરીનું નિર્માણ થાય છે.

આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડે ભારતમાં કરેલી લૂંટના આઘાતજનક આંકડા જાહેરઃ જાણો અંગ્રેજોની અસલિયત

આ પણ વાંચોઃ રાજ્યમાં 31 લાખથી વધુ શ્રમયોગી અને તેના આશ્રિતોએ લીધો મોબાઇલ મેડિકલ વાન યોજનાનો લાભ : મંત્રી બળવંતસિંહ રાજપૂત

મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button