શું તમે જાણો છો? વેલેન્ટાઇન વીક પછી એન્ટિ-વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી : ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો ગણવામાં આવે છે, પરંતુ આ મહિનો પ્રેમમાં વિશ્વાસઘાતનો ભોગ બનેલા અથવા બેવફાઈનો ભોગ બનેલા લોકો માટે પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વાસ્તવમાં, 7 થી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન વીકની ઉજવણી કર્યા પછી, એન્ટિ-વેલેન્ટાઇન વીક 15 ફેબ્રુઆરીથી શરૂ થાય છે, જે 21 ફેબ્રુઆરીએ બ્રેકઅપ ડે સાથે સમાપ્ત થાય છે. આજે (15 ફેબ્રુઆરી 2024) સ્લેપ ડે સાથે એન્ટી-વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ગઈ છે. જેમાં, સ્લેપ ડે, કિક ડે, પરફ્યુમ ડે, ફ્લર્ટિંગ ડે, કન્ફેશન ડે અને મિસિંગ ડેની ઉજવણી કર્યા પછી છેલ્લો દિવસ એટલે કે 21મી ફેબ્રુઆરીએ બ્રેક અપ ડે ઉજવવામાં આવે છે.
મિત્રો સ્લેપ ડેની શુભકામનાઓ! સ્લેપ ડે એ લોકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે જેઓ તેમના વિશ્વાસઘાત કરનાર પાર્ટનર અથવા એક્સને થપ્પડ મારીને પાઠ ભણાવવા માંગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ખરેખર કોઈને થપ્પડ મારીદો. તેના બદલે તમે તમારા વિશ્વાસઘાતી પાર્ટનર અથવા મિત્રોને સારકાસ્ટિક અંદાજમાં મેસેજ અથવા કોઈ ક્વોટ મોકલી ને સેલેબ્રેટ કરી શકો છો અને તેને પાઠ ભણાવી શકો છો.
વેલેન્ટાઈન વીકના છેલ્લા દિવસે એટલે કે વેલેન્ટાઈન ડે પર દુનિયાભરના કપલ્સ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે, પરંતુ જે લોકોને પ્રેમમાં વિશ્વાસઘાત મળ્યો છે અથવા જેનું બ્રેકઅપ થયું હોય અથવા જેઓ સિંગલ છે તેઓ 15 ફેબ્રુઆરીથી આ વીક સેલિબ્રેટ કરે છે.
આ પણ વાંચો : વેલેન્ટાઈન ડે પર એકલા છો? મુંઝાશો નહીં, આ રીતે તમે ઊજવો પ્રેમનો દિવસ