બોલિવૂડની ઘણી ફિલ્મોમાં મિત્રતાનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ આજે અમે તમને એવા બે સુપરસ્ટારનો પરિચય કરાવીશું જેઓ વાસ્તવિક જીવનમાં બોલિવૂડ જય-વીરુ હતા. તેમની મિત્રતાની વાતો પણ ઘણી ફેમસ છે. અમે વાત કરી રહ્યા છીએ ફિરોઝ ખાન અને વિનોદ ખન્ના વિશે, જેમણે 70ના દાયકામાં મોટા પડદા પર ધમાલ મચાવી હતી. જેની મિત્રતા આખા બોલિવૂડમાં એક ઉદાહરણરુપે છે. તેમની મિત્રતાની લોકો મિશાલ આપે છે. જુઓ તસ્વીરો..
વિનોદ અને ફિરોઝે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જીવનના સુખ-દુઃખમાં બંને હંમેશા એકબીજાની પડખે ઉભા રહ્યા. તેમની જોડી પહેલીવાર ફિલ્મ ‘શંકર શંભુ’માં જોવા મળી હતી. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
આ ફિલ્મ પછી બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા થઈ ગઈ. ત્યારબાદ બંનેએ સાથે મળીને હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી. પછી વિનોદ ખન્નાના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમણે ઓશો રજનીશના પ્રભાવ હેઠળ તેમની સફળ કારકિર્દી છોડી દીધી.
અહેવાલો અનુસાર, અભિનેતા પાંચ વર્ષ સુધી બોલિવૂડથી દૂર રહ્યા હતા. જો કે થોડા સમય પછી તેમને ખ્યાલ આવ્યો કે તેઓ માત્ર ફિલ્મો માટે જ બન્યા છે.
જોકે, વિનોદ ખન્ના માટે પુનરાગમન કરવું સરળ નહોતું. પરંતુ ફિરોઝ ખાને આમાં તેની મદદ કરી. જેણે વિનોદને ફિલ્મ ‘દયાવાન’માં લીધો હતો.
27 એપ્રિલ 2009માં ફિરોજ ખાનને ફેફસાના કેન્સર સામેની લડાઈ હારી ગયા અને દુનિયાને અલવિદા કહી દીધું. વિનોદ ખન્ના માટે આ સમય ઘણો મુશ્કેલ હતો.
ત્યારબાદ ફિરોઝ ખાનના મૃત્યુના લગભગ 8 વર્ષ બાદ વિનોદે પણ 27 એપ્રિલ 2017ના રોજ દુનિયા છોડી દીધી હતી. તેમનું મૃત્યુ પણ કેન્સરને કારણે જ થયું હતું.