સિક્રેટ મેરેજ બાદ ડિવોર્સ, પતિએ અફેર ખુલ્લું પાડ્યું તો અભિનેત્રીએ લગ્નને જ ફેક કહ્યા!

- ટીવીની જાણીતી અભિનેત્રી અદિતિ શર્મા અને અભિનીત કૌશિકે ગયા વર્ષે નવેમ્બરમાં સિક્રેટ મેરેજ કર્યા હતા, પરંતુ હવે તેઓ અલગ થવા જઈ રહ્યા છે
HD ન્યુઝ ડેસ્કઃ ફિલ્મી દુનિયામાં લગ્ન અને ડિવોર્સ એ કોઈ નવી વાત નથી, છતાં પણ કેટલાક ડિવોર્સ આપણા માટે આંચકારૂપ હોય છે, તે આપણને સરપ્રાઈઝ આપે છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી અદિતિ શર્મા એક વિવાદમાં ફસાઈ ગઈ છે. તેના પતિ અભિનીત કૌશિકે આ વિશે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે બંનેએ ગયા વર્ષે નવેમ્બરમાં સિક્રેટ મેરેજ કર્યા હતા, પરંતુ હવે તેઓ અલગ થવા જઈ રહ્યા છે. અભિનીતે તેની પત્ની પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે.
અભિનીત અને તેમના કાનૂની સલાહકાર રાકેશ શેટ્ટીએ દાવો કર્યો હતો કે લગ્ન કરતા પહેલા તેઓ ઘણા વર્ષો સુધી લિવ-ઇન રિલેશનશિપમાં હતા. તેમણે આ સિક્રેટ મેરેજની તસવીરો પણ શેર કરી છે. અદિતિએ લગ્ન ગુપ્ત રાખવાનો આગ્રહ રાખ્યો હતો. રાકેશ શેટ્ટીએ કહ્યું કે, ‘અભિનીત અને અદિતિએ 12 નવેમ્બર, 2024ના રોજ અભિનેત્રીના કહેવાથી સિક્રેટ મેરેજ કર્યા હતા. તેમણે ગોરેગાંવમાં તેમના ઘરે લગ્ન કર્યા અને 6 મહિના પહેલા સાથે રહેવા માટે 5 BHK એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું, તેઓ છેલ્લા 4 વર્ષથી એક જ ઘરમાં રહેતા હતા.
View this post on Instagram
સિક્રેટ લગ્ન અંગે અભિનીતને શંકા હતી
અભિનીત કૌશિકે જણાવ્યું કે તે શરૂઆતમાં તૈયાર લગ્ન માટે તૈયાર નહોતો અને લગ્ન અંગે શંકા અનુભવી રહ્યો હતો. અદિતિ શર્માએ દોઢ વર્ષ સુધી આગ્રહ રાખ્યા પછી, આખરે તે સંમત થયો. અદિતિની એક શરત એ હતી કે તેની કારકિર્દીને કારણે બહાર કોઈને લગ્ન વિશે ખબર ન પડે, કારણ કે ફિલ્મી દુનિયામાં લગ્નને સારા માનવામાં આવતા નથી અને મેં એક જીવનસાથી તરીકે અદિતીની તમામ વાતો સ્વીકારી હતી કેમકે હું તેને મદદ કરવા ઈચ્છતો હતો. અદિતીએ કહ્યું હતું કે આપણે આપણા લગ્ન વિશે કોઈને કહી શકીશું નહિ, આપણે આપણા મિત્રોને કે સંબંધીઓને પણ કહી શકીશું નહિ, લોકો આપણા લગ્ન વિશે જાણી શકશે નહિ, પરંતુ આપણે લગ્ન કરવા જ પડશે. અને મેં કહ્યું ઠીક છે, ચાલો ઠીક છે તને ગમે તેમ કરીએ. અમે અમારા ઘરમાં તેના ભાઈ-બહેન, મારા ભાઈ-બહેન, અમારા માતા-પિતાની હાજરીમાં સાદગીથી લગ્ન કર્યા હતા. અમારી પાસે બે પંડિત હતા, લગ્ન યોગ્ય વિધિ મુજબ થયા હતા. મારી પાસે અમારા લગ્ન, ફેરા અને દરેક વસ્તુના 1000 ફોટા છે.
કો-સ્ટાર સાથે અફેરનો દાવો, લગ્નને ફેક ગણાવ્યા
અભિનીત કૌશિક અને તેમની કાનૂની ટીમે દાવો કર્યો હતો કે જ્યારે તેમને અદિતિ શર્માના ‘એપોલોના’ ના સહ-અભિનેતા સમર્થ્ય ગુપ્તા સાથેના કથિત અફેર વિશે ખબર પડી અને તેમને રંગે હાથે પકડી પણ લીધા ત્યારે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. આ પછી તેમની કાનૂની ટીમે દખલ કરી અને અદિતિ અને તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. અહેવાલ મુજબ તેણે લગ્નની માન્યતાને નકારી કાઢી હતી અને તે લગ્નને ફેક ગણાવ્યા હતા. અભિનીત કૌશિક અને તેમની કાનૂની ટીમે વધુમાં આરોપ લગાવ્યો કે અદિતિ શર્મા અને તેના પરિવારે અલગ થવા માટે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. હાલમાં બંને અલગ રહે છે. ઝઘડા પછી બંને ઘર છોડીને ચાલ્યા ગયા છે.
આ પણ વાંચોઃ નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની બાયોપિકનું કામ જોરમાં, 3 ભાષામાં થશે રિલીઝ