ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બેંકનાં કોઈ અગત્યનાં કામ છે? તો બુધવારે જ પતાવો, નહીં તો ચાર દિવસ હરિ હરિ

નવી દિલ્હી, 11 માર્ચ: 2025: ભારતમાં રંગોનો તહેવાર હોળી તમામ રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે આ તહેવારને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવતા અઠવાડિયે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે, અને આ પ્રસંગે વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો આ રજાઓ વિશે અગાઉથી જાણવું મહત્વપૂર્ણ છે.

જો તમે પણ હોળીના અવસર પર તમારા પ્રિયજનો સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, ઓ હોળી પર આ સારી તક હોય શકે છે. હોળીનો તહેવાર 14 માર્ચે ઉજવવામાં આવશે. રંગોના તહેવાર પર દેશના મોટાભાગના રાજ્યોમાં બેંક રજા રહેશે. આ વખતે હોળી શુક્રવારે (૧૪ માર્ચ) રમાશે જ્યારે હોલિકા દહન ગુરુવારે (૧૩ માર્ચ) છે. આ કારણોસર, ઘણા રાજ્યોમાં 13 માર્ચથી 16 માર્ચ સુધી બેંકો સતત 4 દિવસ બંધ રહેશે.

હોલિકા દહન, હોળીની ઉજવણી, મહિનાનો બીજો શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજાને કારણે બેંકોમાં કુલ 4 દિવસની રજા રહેશે. રેક રાજ્યમાં બેંકોમાં અલગ અલગ દિવસોમાં રજા હોઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અને ક્લોઝિંગ ઓફ એકાઉન્ટ્સ શ્રેણી હેઠળ આ રજાઓની યાદી તૈયાર કરી છે.

RBI રજા કેલેન્ડરમાં ઉલ્લેખિત રજાઓ પર બેંક શાખાઓ બંધ રહેશે. પરંતુ બધી ઓનલાઈન અને ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે. ગ્રાહકો રોકડ ટ્રાન્સફર અને મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન સેવાઓનો પણ ઉપયોગ કરી શકશે. ડિજિટલ બેંકિંગ અને સેવાઓ સાથે, વપરાશકર્તાઓ રજાના દિવસોમાં તેમના ખાતાઓનું સંચાલન સરળતાથી કરી શકશે.

13 અને 14 માર્ચે ક્યાં રજા રહેશે?

RBI બેંક રજા કેલેન્ડર મુજબ, હોલિકા દહન અને અટ્ટુકલ પોંગલનો તહેવાર 13 માર્ચ એટલે કે ગુરુવારે ઉજવવામાં આવશે. આ પ્રસંગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને કેરળમાં બેંકો બંધ રહેશે. દિલ્હી-મુંબઈ વગેરે જેવા અન્ય તમામ સ્થળોએ બેંકો ખુલ્લી રહેશે. હોળી શુક્રવાર, 14 માર્ચના રોજ રમાશે. આ પ્રસંગે, કર્ણાટક, ઓડિશા, મણિપુર, તમિલનાડુ, ત્રિપુરા, કેરળ અને નાગાલેન્ડ સિવાય દેશભરમાં બેંકો બંધ રહેશે.

કેટલાક રાજ્યો એવા છે. જ્યાં હોળીનો તહેવાર 15 માર્ચે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં, 15 માર્ચ, શનિવારના રોજ બેંકો બંધ રહેશે. આ દિવસે ત્રિપુરા, ઓડિશા, મણિપુર અને બિહારમાં બેંકો બંધ રહેશે. જોકે, દેશના બાકીના રાજ્યોમાં, 15 માર્ચે ત્રીજો શનિવાર હોવાથી બેંકો ખુલ્લી રહેશે. 16 માર્ચે રવિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે. 16 તારીખે રવિવારની રજા રહેશે.

આ પણ વાંચો..શેરબજાર મામૂલી ઉછાળા સાથે બંધ: સેન્સેક્સ ૧૨ પોઈન્ટ ઘટયો

Back to top button