ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

તમને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે? આ રીતે કરો કન્ટ્રોલ

  • જો તમને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે અથવા તમને એવું લાગવા લાગે છે કે તમે પહેલા કરતા વધારે ગુસ્સો કરવા લાગ્યા છો તો તે ચિંતાનો વિષય છે.

ગુસ્સો હેલ્થ માટે સારો નથી, પરંતુ દરેક વ્યક્તિને ક્યારેક તો ગુસ્સો આવે જ છે. જો તમને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે અથવા તમને એવું લાગવા લાગે છે કે તમે પહેલા કરતા વધારે ગુસ્સો કરવા લાગ્યા છો તો તે ચિંતાનો વિષય છે. ગુસ્સો તમને શારીરિક અને માનસિક બંને રીતે નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું શીખી લો. ઘણી વખત ગુસ્સામાં વ્યક્તિ એવું બોલી દે છે કે તેને જીવનભર પસ્તાવો થાય છે. આજે એવી કેટલીક ટિપ્સ જાણો, જેની મદદથી તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકો.

ગુસ્સાને કાબૂમાં રાખવાની ટિપ્સ

તમને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે? આ રીતે કરો કન્ટ્રોલ hum dekhenge news

યોગ કરો

જો તમને નાની-નાની વાતોમાં બિનજરૂરી ગુસ્સો આવવા લાગતો હોય તો યોગ કરવાનું શરૂ કરો. યોગ કરવાથી તણાવ ઓછો થાય છે, તેનાથી ગુસ્સા ધીમે ધીમે કન્ટ્રોલમાં પણ આવવા લાગે છે. જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે 5-7 વખત ઊંડા શ્વાસ લો. તમે હળવાશ અનુભવશો.

સમજી વિચારીને બોલો

ગુસ્સામાં ઘણી વખત તમારા મોઢામાંથી એવી વાતો નીકળી જાય છે, જેના વિશે વિચારીને તમને પાછળથી પસ્તાવો થાય છે. જ્યારે પણ તમને ગુસ્સો આવે છે, તો કંઈપણ બોલતા પહેલા થોડીવાર રાહ જુઓ, આમ કરવાથી તમે ઘણી હદ સુધી તમારી જાતને નિયંત્રિત કરી શકશો.

તમને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે? આ રીતે કરો કન્ટ્રોલ hum dekhenge news

દરેકથી અંતર રાખો

ગુસ્સાને કાબૂમાં રાખવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારી આસપાસના લોકોથી અંતર રાખો. તમે ઘરમાંથી અથવા જે તે જગ્યાએથી બહાર નીકળી જાવ અને થોડી વાર શાંતિ વાળી જગ્યાએ એકલા બેસો. તેનાથી તમારો ગુસ્સો થોડીવારમાં શાંત થઈ જશે. ગુસ્સાને કાબૂમાં કરવા માટે તમે તમારી ગમતી પ્રવૃત્તિ પણ કરી શકો છો.

વાતો શેર કરો

ઘણી વખત ગુસ્સો આવવાનું મુખ્ય કારણ એવી વાતો હોય છે જે મગજમાં સતત ફરતી રહેતી હોય છે. તેથી એવી કોશિશ કરો કે જે વસ્તુઓ બાદમાં ગુસ્સો બનીને ફૂટી પડવાની છે, તેના વિશે સંબંધિત વ્યક્તિ સાથે દિલ ખોલીને વાત કરો. તેનાથી તમારા ગુસ્સાને સમયસર નિયંત્રિત કરી શકાય છે. તમારી નારાજગી પણ જે તે વ્યક્તિ સામે જાહેર કરી શકાય છે.

પોતાની જાતને સમય આપો

આજના વ્યસ્ત જીવનમાં આપણે દરેકને સમય આપીએ છીએ, પરંતુ પોતાના માટે સમય કાઢી શકતા નથી. તમારી જાતને દરરોજ ઓછામાં ઓછો 1 કલાક આપો. આ સમય દરમિયાન, શારીરિક કસરત કરવાની સાથે, ગુસ્સા પર ચિંતન કરો, તેના કારણો જાણો. તેનાથી ગુસ્સાને કાબૂમાં રાખવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ કબજિયાતથી લઈને બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરે છે બદામનું તેલ

Back to top button