શું તમને કારમાં બેસતાની સાથે જ ઉલ્ટી થવા લાગે છે ? તો મુસાફરી કરતા પહેલા આ વસ્તુઓ ખાવાનું ટાળો
કારમાં બેસતાની સાથે જ ઘણા લોકોને ચક્કર આવવા લાગે છે અને ઉલ્ટી થવા લાગે છે. યાત્રા લાંબી હોય તો સમસ્યા વધે છે. કોઈપણ દવાની મદદથી આ ઉલ્ટીને કાબૂમાં રાખવી મુશ્કેલ છે. કારમાં બેસીને ઉલ્ટી થવાનું કારણ મોશન સિકનેસ છે.
આઇસક્રીમ કે કેક જેવી વસ્તુઓ મુસાફરી પહેલા કે મુસાફરી દરમિયાન ન ખાવી જોઈએ. તેમાં ટ્રાન્સ ફેટ હોય છે જે ઉલ્ટીનું કારણ બને છે. કૂકીઝ અને પિઝા જેવી વસ્તુઓ પણ ખાવાનું ટાળવુ જોઈએ.
મુસાફરી કરતા પહેલા ચા કે કોફી પીવાથી ઉલ્ટી થઈ શકે છે. તેમાં કેફીન હોય છે જે તમને નર્વસ બનાવી શકે છે. ચા-કોફીમા દૂધ ઉમેરીને બનાવવામાં આવે છે, તેના કારણે પણ ઉલ્ટી થાય છે.
વધુ પડતા તેલ અને મસાલાનું સેવન કરવાથી પણ બેચેની થાય છે. તેલ ખાધા પછી પેટ અને માથું ફરવા લાગે છે. જેના કારણે ઉલ્ટી થાય છે. જો મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય તો હળવી વસ્તુઓ ખાવી જોઈએ.
ટોસ્ટ અથવા બ્રેડ ખાવાથી બેચેની અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો, તો તમારે ટોસ્ટ અથવા બ્રેડ સાથે જ સેન્ડવિચ અને બર્ગર જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
ઘણા લોકો મુસાફરી દરમિયાન જ્યુસ પીવાનું પસંદ કરે છે. ફળોનો રસ પીવાથી ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. જ્યુસ પીવાથી તમારી એનર્જી પાછળથી ઓછી થાય છે અને ઉલ્ટી થાય છે.