શું તમને પણ વધુ ઠંડી લાગે છે? શરીરમાં આ વસ્તુઓની ઉણપ હોઇ શકે
તમે કહેશો ઠંડીની સીઝન છે તો ઠંડી તો લાગવાની જ છે, પરંતુ ના એવું નથી. વ્યક્તિએ વ્યક્તિએ ઠંડી લાગવાની તીવ્રતા અલગ અલગ હોય છે. શિયાળામાં ઠંડી લાગવી અને હાથ-પગ સુન્ન થઇ જવા તે સામાન્ય બાબત છે, પરંતુ ઘણા લોકો એવા છે જેમને બાકીની વ્યક્તિની તુલનામાં ઠંડીનો અહેસાસ ઘણો વધુ થાય છે. ઠંડી હોય કે ગરમી કેટલાક લોકોના હાથ-પગ અન્ય લોકોની સરખામણીમાં બરફ જેવા ઠંડા રહે છે. શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે આવું કેમ થાય છે? જરૂર કરતા વધુ ઠંડી લાગવાની પાછળ કયા કારણો જવાબદાર હોય છે?
આયરનની કમી
આયરન લોહીનો મહત્ત્વનો ભાગ છે. આ લાલ રક્ત કોશિકાઓની શરીરની ચારેય બાજુ ઓક્સિજન લઇ જવામાં મદદ કરે છે. સાથે સાથે સુનિશ્વિત કરે છે કે દરેક કોશિકા યોગ્ય રીતે કામ કરી શકે. શરીરમાં આયરનની કમી થવાથી કોશિકાઓ ઓક્સિજનને યોગ્ય રીતે શરીરની ચારેય તરફ લઇ જઇ શકતી નથી. શરીરમાં આયરનની કમી હોય ત્યારે વ્યક્તિ વધુ ઠંડી અનુભવે છે. શરીરમાં આયરનની કમી શરીરના તાપમાનને બે રીતે પ્રભાવિત કરે છે. પહેલુ શરીરમાં આયરનની કમી થવાથી થાઇરોઇડ પર અસર પડે છે અને તમારા શરીરમાં પર્યાપ્ત માત્રામાં હીટ બની શકતી નથી. શરીરમાં આયરનની કમી બલ્ડ સર્ક્યુલેશનને પણ પ્રભાવિત કરે છે. તમારી કોશિકાઓ ઓક્સિજન મેળવી શકતી નથી. આવી સ્થિતિ સામે લડવા માટે બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે. આ દરમિયાન શરીરની અંદરની ગરમી ખતમ થવા લાગે છે. કેમકે ગરમ લોહીનો વધુ પ્રવાહ ત્વચાની સપાટી પાસે થવા લાગે છે. આવા સંજોગોમાં જરૂરી છે કે તમે વેજિટેરિયન હો તો તમારા ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજીને સામેલ કરો.
વિટામીન બી 12ની કમી
આયરનની જેમ વિટામીન બી 12 પણ લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં મહત્ત્વની ભુમિકા ભજવે છે. શરીરમાં વિટામીન બી 12ની કમી હોય ત્યારે ઠંડીનો અહેસાસ વધુ થાય છે.
ખરાબ બ્લડ સર્ક્યુલેશન
જો તમને હાથ અને પગમાં ઠંડીનો અહેસાસ વધુ થાય છે તો તેનું એક કારણ બ્લડનું ખરાબ સર્ક્યુલેશન પણ છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય ન હોવાના કારણે ધમનીઓ સંકોચાઇ જાય છે, જેનાથી તમારા અંગોમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે અને તમને બાકી લોકોની તુલનામાં વધુ ઠંડી લાગે છે.
ઉંઘ પુરી ન થવી
કેટલાય અભ્યાસમાં એ વાત સામે આવી છે કે જે લોકોની ઉંઘ સારી રીતે પુરી થતી નથી, તેનું બોડી ટેમ્પ્રેચર ઓછુ રહે છે. આવું એટલે થાય છે કેમકે ઉંઘની કમી નર્વસ સિસ્ટમ અને મગજમાં રેગ્યુલેટરી મિકેનિઝમને પ્રભાવિત કરે છે, જે શરીરમાં ગરમીને કન્ટ્રોલ કરે છે.
વધુ પતલા હોવું
જે લોકોનો બીએમઆઇ 18.5 કે તેનાથી ઓછો હોય છે. એવા લોકોને ઠંડીનો અહેસાસ બાકી લોકોની તુલનામાં વધુ થાય છે. ઓછા વજનવાળા લોકોમાં મસલ માસ ઓછો હોય છે. મસલ માસ શરીરના તાપમાનને મેઇન્ટેન રાખવા, મેટાબોલિઝમ વધારવા અને શરીરમાં હીટ પેદા કરવા માટે જરૂરી માનવામાં આવે છે. મસલ્સ શરીરમાં 25 ટકા સુધી નેચરલ હીટનું નિર્માણ કરે છે. તમારા શરીરમાં જેટલા મસલ્સ બને છે, તેટલી વધુ ગરમી પેદા થાય છે.
આ પણ વાંચોઃ હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતી જજો, દેશભરમાં લાગુ થશે નવી સિસ્ટમ તમે પણ જાણી લો