શું તમે પણ મોડી રાત્રે ભોજન કરો છો? જાણો સૂર્યાસ્ત પહેલા ડીનર કરવાના ફાયદા
શું તમે ક્યારેય સૂર્યાસ્ત પહેલાં કે પછી રાત્રિભોજન ખાવું કે નહીં તે અંગે દ્વિધામાં રહ્યા છો? આયુર્વેદ મુજબ સૂર્યાસ્ત પછી ક્યારેય ખાવું ન જોઈએ. સૂર્યને આપણા પાચનતંત્ર સાથે ઘણો સંબંધ છે. સૂર્ય ઉગે ત્યારે આપણું પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે અને સૂર્ય આથમે ત્યારે પાચનતંત્રનું કામ પણ નબળું થઇ જાય છે. તેથી જ સૂર્યાસ્ત પહેલાં ખોરાક લેવો જોઈએ. સૂર્યાસ્ત પછી આપણું મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે, જેથી ભોજનને પચાવવું મુશ્કેલ છે. આ ઉપરાંત સૂર્યાસ્ત પછી ખાવાથી શરીરમાં ઝેરની બની શકે છે, જેના કારણે એસિડિટી, પેટ ફૂલવું અને કબજિયાત જેવી જઠરની સમસ્યાઓ થઈ શકે છે. તો જાણો શા માટે સૂર્યાસ્ત પહેલા જમવું જોઇએ ?
સુવા અને ડીનર વચ્ચેનું અંતર : રાત્રિભોજન અને સૂવાના સમય વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર હોવું જોઈએ. સામાન્ય રીતે 7:30 વાગ્યા પહેલાં રાત્રિભોજન લઈ લેવું જોઈએ. વહેલું ડિનર લેવાથી શરીર ખોરાકને સરખી રીતે પચાવી શકે છે, જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણા શરીરમાં હીલિંગ પ્રક્રિયા શરૂ થાય છે, પરંતુ આપણે રાત્રે મોડે જમીએ તો શરીરને યોગ્ય રીતે પચાવવા માટે પૂરતો સમય મળતો નથી. કારણ કે રાત્રે મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને તે સૂવાનો સમય શરીરને રિપેર કરવાને બદલે ખોરાકને પચાવવામાં વિતાવે છે.
સૂર્યાસ્ત પહેલા જમી લો : આપણા પૂર્વજો, સૂર્યાસ્ત પહેલાં રાત્રિભોજન લેતા હતા. વીજળી ન હતી એટલા માટે નહીં, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ હતું. જેમ જેમ અંધારું થતું જાય છે તેમ તેમ આપણા શરીરમાં મેલાટોનિનનું સ્તર વધે છે. તેથી આપણે આરામ કરવા અને ઊંઘવા માટે તૈયાર થઈ જઈએ છીએ. તેથી દિવસની સરખામણીએ રાત્રે ખોરાકને પચાવવો શરીર માટે મુશ્કેલ છે. પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીમાં એટલું વહેલું ડિનર લેવું મુશ્કેલ છે. તેથી, ઓછામાં ઓછું સૂવાના સમયના 3 કલાક પહેલાં તમારું રાત્રિભોજન લેવાનું રાખો.
જીવનશૈલી : ઘણી વખત આપણે આપણા કામમાં એટલા બધા ફસાઈ જઈએ છીએ કે આપણી પાસે ખાવા-પીવાની અને સૂવાની દિનચર્યાને અનુસરવાનો સમય જ નથી હોતો. તેથી, મોડી રાત્રે ડિનરમાં ભારે ન હોય અને સરળતાથી પચી શકે તેવું ખાવું જોઈએ. સૂપ, સલાડ અથવા એક ગ્લાસ દૂધ લઈ શકાય છે.
ચિંતા અને તણાવ મુક્ત જીવન : યોગ્ય સમયે જમવું જરૂરી છે, પરંતુ યોગ્ય માનસિકતા સાથે જમવું પણ જરૂરી છે. જો તમે તણાવમુક્ત હશો તો જ ખોરાક તમને ફાયદો કરાવશે. જમતી વખતે ખોરાકનો આનંદ માણવો મહત્વપૂર્ણ છે કારણ કે જમતી વખતે તમારા મનમાં અન્ય સામગ્રી વિશે ચિંતા કરવાથી એસિડીટી થઇ શકે છે. વધુ પોષણ મેળવવા માટે તમારે તમે શું ખાવ છો, તમે કેટલો સમય લો છો, જમતા સમયે તમારો મૂડ અને તમે કેટલી માત્રામાં જમો છો જેવા પરિબળો પર ધ્યાન આપવું જોઈએ.