હેલ્થ

શું તમે ઝડપથી જમો છો? તો થઈ જાવ સાવધાન

Text To Speech

ઘણાં લોકોને ઝડપથી જમવાની આદત હોય છે. જેથી તે પાંચ મિનિટમાં જમીને ઉભા થઇ જાય છે. આજે સવાલ એ થાય છે કે, તમે ફટાફટ જમો છો કે ધીમે? તમે ચાવી-ચાવીને ખાવ છો કે પછી જમવાનું ગળી જાવ છો.? વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં જણાવ્યું હતું કે, જે લોકો ઝડપથી જમે છે, તે લોકોને અનેક બીમારીઓ થઇ શકે છે. આ લોકો મેદસ્વીતાનો પણ શિકાર થઇ શકે છે. બ્લડ શુગરની બીમારી અને ડાયાબિટીસની શક્યતા પણ નકારી શકાતી નથી.

ઝડપથી જમવાથી શું થાય છે?
જે લોકો ઝડપથી જમે છે તે લોકોનું પેટ ભરાતું નથી. તેથી થોડા સમય બાદ તે કંઈક ખાઈ છે,જેને ઓવર ઇટિંગ કહેવાય છે. ઓવર ઇટિંગને કારણે લોકોને સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયની બીમારી થાય છે. શરીરના ગ્લુકોઝ લેવલમાં વધ-ઘટ થાય છે.

ફાઈલ ફોટો

શ્વાસનળીમાં ફસાઈ શકે છે ખોરાક
જયારે તમે ચાવીને કે શાંતિથી નથી જમતા ત્યારે ખોરાકનો મોટો ટુકડો શ્વાસનળીમાં ફસાઈ જાય છે. જમતા સમયે ઘણીવાર લોકો વાતો કરતા હોય છે, ત્યારે પણ શ્વાસનળીમાં જમવાનું ફસાઈ જાય છે. જે મોતનું કારણ બની શકે છે.

ઝડપથી જમવાના ગેરફાયદા
વજન 70થી 80 કિલો થઇ જાય છે,
કમરની સાઈઝ વધી જાય છે
બ્લડ શુગર વધુ જાય છે
કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે

Back to top button