ટ્રેન્ડિંગનેશનલવિશેષ

શું તમે પણ જાહેર પ્લગ્સમાં તમારો ફોન ચાર્જ કરો છો? તો થઈ શકે છે મોટું નુકસાન, જાણો

Text To Speech
  • તમારા ઉપકરણમાંથી પાસવર્ડ્સ, ક્રેડિટ કાર્ડની વિગતો અને વ્યક્તિગત ફોટા જેવા સંવેદનશીલ ડેટાની ચોરી થઈ શકે છે

HD ન્યૂઝ ડેસ્ક, 11 સપ્ટેમ્બર: જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ સાર્વજનિક પ્લગ્સ પર પોતાનો મોબાઈલ અથવા લેપટોપ ચાર્જ કરે છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આવું કરવું ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા રેલવે સ્ટેશનના કેબલનો ઉપયોગ કરીને તમારા મોબાઈલને ચાર્જ કરવાથી તમારો વ્યક્તિગત ડેટા ચોરી થઈ શકે છે. આ કેબલ્સમાં એવા પ્રોગ્રામ્સ હોઈ શકે છે જે તમારા ઉપકરણમાંથી પાસવર્ડ્સ, ક્રેડિટ કાર્ડની વિગતો અને વ્યક્તિગત ફોટા જેવા સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે. ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

 

What will happen, if i charge laptop.
byu/intellectualmaverick inCoconaad

લેપટોપ ચાર્જ કરવા પર શું થશે?

આ દિવસોમાં, એક Reddit પોસ્ટ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે જેમાં એક ચાર્જિંગ સ્ટેશન પર લખેલું છે કે અહીં ફક્ત મોબાઈલ ફોન જ ચાર્જ કરવો જોઈએ લેપટોપ નહીં. ચાર્જિંગ સ્ટેશનની તસવીર શેર કરતાં Reddit યુઝરે લખ્યું કર, “જો હું લેપટોપ ચાર્જ કરીશ તો શું થશે? શું કોઈ ઇલેક્ટ્રિકલ ડિગ્રી ધારક છે? કૃપા કરીને તર્ક સમજાવો.” આ પોસ્ટ પર અન્ય Reddit યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા યુઝર્સ રમૂજી રીતે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ તાર્કિક કારણો આપી રહ્યા છે.

અન્ય યુઝર્સે શું દલીલો આપી?

અન્ય Reddit યુઝર્સે ચાર્જિંગ સ્ટેશનની તસવીર શેર કરીને પૂછેલા પ્રશ્નોના ઘણા જવાબો આપ્યા છે. પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું કે, “તમારા લેપટોપ ચાર્જરને અહીં કનેક્ટ ન કરવું, કારણ કે ટ્રેનમાં વિસ્ફોટ થશે તેના માટે નહીં પરંતુ એટલા માટે કે, આટલો ઊંચો DC કરંટ તમારા ઉપકરણ માટે ખરાબ છે જે ચાર્જિંગ માટે 100થી 230 V AC વચ્ચે ચાર્જ કરવા માટે છે, જે આપણા ઘરોમાં હોય છે. જો તમે હજી પણ આવું કરશો તો તમે તમારા લેપટોપના ચાર્જિંગ એડેપ્ટરને અને કદાચ લેપટોપની બેટરીને પણ નુકશાન પહોંચાડશો.” અન્ય યુઝરે લખ્યું કે, “લેપટોપ ચાર્જર 220V પર કામ કરે છે તેથી તે ધીમી ગતિથી અથવા બિલકુલ ચાર્જ થશે નહીં.”

આ પણ જૂઓ: VIDEO: ઓલા સ્કૂટરમાં વારંવારની ખરાબીથી પરેશાન યુવકે શોરૂમમાં જ લગાવી આગ

Back to top button