શું તમે પણ મોબાઈલ કે કોમ્પ્યુટર પર વધુ સમય સુધી કામ કરો છો તો થઇ જાવ સાવધાન !
કોરોનાકાળ બાદ મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે સાથે જ ઓફિસમાં પણ કોમ્પ્યુટર પર કામ કરવાનો સમય વધી ગયેલ છે. આપણે આખો દિવસ કોમ્પ્યુટર કે મોબાઈલ તરફ પોતાની ગરદન નમાવીને કામ કરીએ છીએ. વધારે સમય ગરદન નમાવીને કામ કરવાથી તેમાં તથા પીઠ પર ખુંધ નીકળી શકે છે. વૈજ્ઞાનિકોએ તેને ‘ટેક નેમ’ આપ્યું છે.
આ સ્થિતિમાં આપણી કરોડરજ્જુ પણ ઝુકી શકે છે. જ્યારે આપણે ગરદનને 60 ડિગ્રી આગળ નમાવીએ છીએ, ત્યારે આપણે કરોડરજ્જુ પર 27 કિલો જેટલું વજન નાખીએ છીએ.
ઓફીસમાં સતત કામ કરવું બની શકે છે ખતરનાક
ઓફિસમાં દિવસમાં 12 કલાક કામ કરવાથી ગળામાં ખૂંધ થઇ શકે છે, આ સાથે જ માથાનો દુખાવો પણ શરૂ થઇ જાય છે. અઠવાડિયામાં 70 કલાક કામ કરવાથી ગંભીર હાલત થઇ જાય છે. આ માટે જ ઓસ્ટ્રેલીયામાં એક ટીમે કરોડરજ્જુના નિષ્ણાતોની સલાહ પર આઠ અઠવાડિયા સુધી કરોડરજ્જુ અને ગરદનની કસરતો કરી. તેઓએ તેમની ઓફિસમાં પોતાની બેસવાની મુદ્રામાં સુધારો કર્યો અને સમગ્ર દિવસમાં ઘણી વખત ગરદન અને પીઠને સ્ટ્રેચ કરી. તે પછી જ તેઓ ખુંધને દુર કરી શક્યા હતા.
ગરદનનો દુખાવો અને જડતા હવે સામાન્ય છે
ઓસ્ટ્રેલિયામાં પુખ્ત વયના લોકો પરના સંશોધન મુજબ, 42% પુખ્ત વયના લોકો ગરદનના દુખાવાથી પીડિતા હતા. એટલી જ સંખ્યામાં લોકો ગરદન જકડાઈ જવાની સમસ્યાથી પીડાતા હતા. 36%ને માથાનો દુખાવો હતો અને 25% માઈગ્રેનથી પીડિત હતા. લગભગ દર ત્રીજા ઓસ્ટ્રેલિયન વયસ્કોએ કહ્યું કે તેઓ દર કલાકે 5 થી 30 વખત તેમના ફોનનો ઉપયોગ કરે છે. તે જ સમયે, 10 માંથી માત્ર એક વ્યક્તિ 40 વખત સ્ટ્રેચ કરે છે. નિષ્ણાતો મુજબ તમારે દર 30 થી 60 મિનિટે જગ્યાએથી ઉભા થઈને આસપાસ ફરવું જોઈએ.
આ પણ વાંચો: 31 ઓક્ટોબરથી શરુ થઈ રહી છે ઉદયપુર-અમદાવાદ ટ્રેન