શું તમે પણ ISRO માં નોકરી મેળવવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે જ છે
ISRO, 24 જાન્યુઆરી : જો તમે ISROમાં નોકરી મેળવવા માગતા ઈચ્છો છો? તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા અવકાશ વિભાગના કેન્દ્રોમાંના એક નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર(NRSC) માં વૈજ્ઞાનિક/એન્જિનિયર ‘SC’ અને બીજી ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી છે. રસ ધરાવતા ઉમેદવારો INTERSAT અધિકૃત વેબસાઇટ https://www.nrsc.gov.in/Career_Apply પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે.
ખાલી જગ્યાની વિગતો :
ખાલી પડેલી 41 જગ્યાઓ ભરવા માટે આ ભરતી હાથ ધરવામાં આવી છે, જેમાંથી 35 જગ્યાઓ વૈજ્ઞાનિક/એન્જિનિયર ‘SC’ માટે, જ્યારે 1 જગ્યા મેડિકલ ઓફિસર ‘SC’ પોસ્ટ માટે છે અને 2 જગ્યાઓ નર્સ ‘B’ માટે છે તેમજ, 3 જગ્યાઓ પુસ્તકાલય સહાયક ‘A’ માટે છે.
વય મર્યાદા :
પોસ્ટ કોડ 06,09,13,14,15,16 માટે, ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પોસ્ટ કોડ 07,08,10,11,12 માટે, ઉમેદવારોની ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પોસ્ટ કોડ 17,18 અને 19 માટે, ઉમેદવારોની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કેટલો પગાર મળશે? :
આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને તેમની પોસ્ટ અનુસાર રૂ. 65554 થી રૂ. 81,906 સુધીનો પગાર મળશે.
અરજી ફી :
અરજી કરનાર ઉમેદવારો માટે નોન-રીફંડેબલ એપ્લિકેશન ફી રૂ 250 છે. આ ઉપરાંત, આ અરજી ફી ફક્ત તે જ લોકોને પરત કરવામાં આવશે જેઓ લેખિત પરીક્ષામાં બેસશે. આ વિષય સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ જઈને વધુ જાણકારી મેળવી શકે છે.
આ પણ વાંચો : પૃથ્વી પર 5 સેકન્ડ માટે ઓક્સિજન સમાપ્ત થાય તો શું થાય?