ઘણીવખત આપણે એવું જોયુ હશે કે આપણા જેટલું જ કમાતી વ્યક્તિ આપણાં કરતા વધુ સેવિંગ કરી લેતી હશે. તે સારુ ઇન્વેસ્ટમેન્ટ કરી લેશે અને સેલરી કરતા વધુ પૈસા પણ કમાઇ લેશે. તમે તેવું નથી કરી શકતા કેમકે કદાચ તમારી પાસે જાણકારીનો અભાવ છે. જોકે જાગ્યા ત્યારથી સવારની જેમ તમે હવે એ કામ કરી શકો છો.
આપણા બધાનો પગાર હવે આપણા સેલરી એકાઉન્ટમાં જ જમા થતો હોય છે. ક્યારેક આપણા ખાતામાં પૈસા પડ્યા રહે છે. આપણે જરૂર હોતી નથી તે પૈસા વાપર્યા વગર સેલરી એકાઉન્ટમાં જ પડ્યા રહે છે. આપણે જરૂર હોય તેટલા પૈસા ઉપાડીએ છીએ, બાકી એકાઉન્ટમાં જ રાખીએ છીએ. આવા સંજોગોમાં આપણે ઓટો સ્વીપ ફેસીલિટીનો પ્રયોગ કરવો જોઇએ.
auto-sweep facility સાથે જોડાવું ફાયદાકારક છે. આ સેવાનો ઉપયોગ કરીને આપણે સામાન્ય બચત ખાતાના વ્યાજની સરખામણીમાં દોઢથી બે ગણું વ્યાજ મેળવી શકીએ છીએ. તમામ મોટી બેન્કો જેમકે SBI, BOB, ICICI, HDFC, Axis, Kotak Mahindra પોતાના કસ્ટમરની વિનંતી પર બચત ખાતા સાથે ઓટો સ્વીપ ફેસીલિટી આપે છે.
ઘણીવખત બેન્ક ખાતામાં રુપિયા વધતા જાય છે, પરંતુ તેનું વ્યાજ વધતુ નથી. એફડીનું વ્યાજ લોકો પોતાના ખાતામાં લઇ શકતા નથી. બેન્ક તરફથી પણ કસ્ટમરને કોઇ જાણકારી આપવામાં આવતી નથી. કોઇ બેન્ક મેનેજર પણ તમારા ફાયદાની વાતને તમને સમયે સમયે સમજાવતા નથી.
આજે આપણે એ સુવિધાની વાત કરી રહ્યા છીએ કે જો તમે તેનો પ્રયોગ કરો તો વર્તમાન સેવિંગ એકાઉન્ટમાં મળતા વ્યાજ કરતા મહેનત કર્યા વગર વધુ વ્યાજ મેળવી શકો છો. આજના મોંધવારીના સમયમાં તમે જેટલુ વ્યાજ સામાન્ય સેવિંગ એકાઉન્ટમાં જમા કરી શકો છો તેટલો તમારો મોંઘવારીનો દર ઘટી જાય છે. જેટલો વાર્ષિક ચાર્જ તમે બેન્કને ચુકવો છો તે પણ તેમાંથી જ નીકળી જાય છે અને તમારુ વધુ નુકશાન થતુ નથી. તમે તમારા નુકશાનમાંથી બચવા માટે જરૂરી આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો.
શું છે ઓટો સ્વીપ ફેસિલીટી
કોઇ પણ બેન્ક ખાતામાં તમે ઓટો સ્વીપ સુવિધા સાથે જોડાવ છો ત્યારે તમારા એકાઉન્ટમાં નક્કી કરેલી રકમ કરતા પૈસા વધે ત્યારે તે ઓટોમેટીક એફડીમાં કન્વર્ટ થાય છે. આ રકમ પર ફિક્સ્ડ ડિપોઝીટ વાળા વ્યાજ દરથી વ્યાજ મળે છે. આટલું જ નહી, જો તમારા ખાતામાં નક્કી કરેલી રકમ કરતા ઓછી રકમ થઇ જાય તો એફડીમાંથી કન્વર્ટ થઇને તે પૈસા બચત ખાતામાં આવી જાય છે. તેના પરથી સ્પષ્ટ છે કે તમારે જેટલી રકમની જરૂર હોય તે તમારા ખાતામાં રહે છે. એ પણ તમારે જ નક્કી કરવાનું છે કે તમારા બચત ખાતામાં તમારે કેટલા પૈસાની જરૂર છે. જેથી તમારા રૂટિન કોઇ પણ પરેશાની વગર ચાલી શકે. તમારા સેવિંગ એકાઉન્ટમાંથી ફિકસ્ડ્ ડિપોઝીટ એકાઉન્ટમાં પહોંચવુ અને પછી બેલેન્સ ઘટી જાય ત્યારે ફિક્સ્ડ ડિપોઝીટમાંથી સેવિંગ એકાઉન્ટમાં આવવાની પ્રોસેસને ઓટો સ્વીપ ફેસીલિટી કહેવાય છે. આ સુવિધઆમાં ગ્રાહકને એક જ ખાતામાં એફડી અને બચત ખાતાનો લાભ મળે છે.
આ પણ વાંચોઃ ફરી ખેડૂતો ઉતર્યા મેદાનમાં, રામલીલા મેદાનમાં 40 હજાર અન્નદાતા થયા ભેગા