શું તમારે પણ ઇસરોમાં સાઇંટિસ્ટ બનવું છે? તો જાણીલો તેનો અભ્યાસ
- સાયન્સ અને વિજ્ઞાનમાં પહેલેથી જ રસ ધરાવતા બાળકોને પોતાના જીવનમાં જો વિજ્ઞાન ક્ષેત્રે જ આગળ વધવું હશે તો વિદ્યાર્થીઓએ પહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, IISTમાં પ્રવેશ મેળવવો પડશે. જેથી તે ISRO જેવી સંસ્થામાં જાડાઈ શકે, અને દેશ તેમજ પરિવારનું નામ રોશન કરી શકે છે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ISRO (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) એ વિશ્વની સૌથી સફળ અવકાશ એજન્સીઓમાંની એક છે. તેણે ઘણા અવકાશ મિશન સફળતાપૂર્વક અને ખૂબ ઓછા ખર્ચે પૂર્ણ કર્યા છે. ચંદ્રયાન-3 પણ 23-08-2023ના સાંજે 06 વાગીને 04 મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સફળ લેન્ડિંગ કર્યું છે અને વિશ્વમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ત્યારે આવામાં વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે જ આગળ વધવું હોય છે ત્યારે તેમણે ધોરણ 12 પછી ISROમાં જવા માટે વિદ્યાર્થીઓએ પહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, IISTમાં પ્રવેશ મેળવવો પડશે. આ માટે વિદ્યાર્થીઓ IISER દ્વારા લેવામાં આવતી JEE એડવાન્સ્ડ અથવા સેન્ટ્રલ બોર્ડ આધારિત એપ્ટિટ્યુડ ટેસ્ટમાં બેસી શકે છે.
ઈસરોમાં વૈજ્ઞાનિક કેવી રીતે બનવું?
ઈસરોમાં ભરતી સીધી અને પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. IISc, IIT અને NIT ના મેરીટોરીયસ સ્નાતકોની ISRO માં સીધી ભરતી કરવામાં આવે છે. ભૌતિકશાસ્ત્ર, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, એરોસ્પેસ અને મિકેનિકલ ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ કરનારાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ISROમાં વૈજ્ઞાનિક બનવાનો સૌથી સરળ રસ્તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ ટેક્નોલોજી, IISTમાંથી અભ્યાસ કરવાનો છે. દર વર્ષે ISRO જરૂરિયાત મુજબ IIST વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તરીકે બોલાવે છે.
ISRO વૈજ્ઞાનિક ભરતી પરીક્ષા:
ભરતી પરીક્ષા આ સિવાય જે વિદ્યાર્થીઓ ઉપરોક્ત સંસ્થાઓમાંથી અભ્યાસ નથી કરતા તેઓ ISRO સેન્ટ્રલાઈઝ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષા, ICRB દ્વારા ઈસરોમાં નોકરી મેળવી શકે છે. પરંતુ માત્ર BE, B.Tech, B.Sc કોમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ અને ઈલેક્ટ્રોનિક સ્ટ્રીમના ઉમેદવારો જ આ પરીક્ષામાં બેસી શકશે.
આ પણ વાંચો: જાણો ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને પાકિસ્તાનના મીડિયાએ શું કહ્યું?